સુવિધા:પાટણમાં અલાયદી ભઠ્ઠીમાં 60 કોરોના ગ્રસ્ત મૃતકોના અગ્નિ સંસ્કાર, અંતિમ વિધિ બાદ સ્મશાન સૅનેટાઇઝ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના સ્મશાનમાં તમામ ધર્મના કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા. - Divya Bhaskar
પાટણના સ્મશાનમાં તમામ ધર્મના કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા.
  • કોરોના ગ્રસ્ત મૃતકોની માન સન્માન સાથે અંતિમવિધિની વ્યવસ્થા

હિંદુ સ્મશાન ભૂમિમાં કોઈપણ નાતજાતના ભેદભાવ વગર કોરોના મૃતકોને નિઃશુલ્ક અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે. અલગથી સ્પેશ્યલ કોરોના સંક્રમિત મૃતકોના અંતિમ સંસ્કાર ભઠ્ઠી તૈયાર કરાઈ છે. ઉપરાંત સુરક્ષાના ભાગ રૂપે અંતિમ વિધિ બાદ સ્મશાનને સૅનેટાઇઝ પણ કરવામાં આવે છે. કોરોના મૃતકો માટે પ્રતિબંધ નથી. કોઈપણ પરિવાર તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવી શકે છે. તેવી ટ્રસ્ટીઓ દ્વારા નિવેદન કરાયું છે.

પાટણ શહેર સહીત જિલ્લામાં કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર એ સૌથી મોટી સમસ્યા બની હતી. આવા સમયમાં હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસ સુધીમાં કુલ 226 લોકોનાં અંતિમ સંસ્કાર કોઈ પણ પ્રકારના ભેદભાવ કે નાત જાત વગર વિના મૂલ્યે કરવામાં આવ્યા છે. જેમાંથી કોરોના સંક્રમિત 60 જેટલા લોકોનાં અંતિમ સંસ્કાર પુરા સન્માન સાથે કરવામાં આવ્યા હોવાનું ટ્રસ્ટી યતીન ગાંધીએ જણાવ્યું હતુ. કોરોના સંક્રમિત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે અલગથી ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે.

સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર બાદ સમગ્ર સ્મશાન ભૂમિને પાણીથી ધોઈ સેનેટાઈઝ કરી અંતિમ સંસ્કાર અથૅ આવતા લોકો સંકમિત ન બને તેની પણ પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. દશૅક ત્રિવેદી, દિલીપભાઇ સુખડિયા, મૌલિક સુખડિયા સહિતના ટ્રસ્ટીઓ આ કામગીરીને પ્રોત્સાહિત કરે છે.

મૃતદેહને 48 કલાક રાખવા 3 કોફીનની વ્યવસ્થા
મૃતદેહને 48 કલાક સુધી રાખી શકાય તે માટે દાતા પરિવાર તરફથી હિન્દુ સ્મશાન ભૂમિમાં ત્રણ એસી કોફીનની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સ્મશાન ભૂમિ સંચાલિત શહેરના ત્રણ દરવાજા નજીક કાયૅરત હિન્દુ મહાસભા ખાતેથી વિના મૂલ્યે અંતિમયાત્રાની સામગ્રી પણ પુરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...