તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગવડ:ઘર આંગણે કોરોનાની સારવાર મળી રહે તે માટે મણુંદ ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર ઓક્સિજન બેડ અને 20 આઇસોલેશન બેડની સુવિધા ઉભી કરાઈ

ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ વધતા ગામડાના લોકોને સારવાર માટે શહેરોની હોસ્પિટલોમાં બેડ માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે પાટણ તાલુકાના મણુંદ ગામમાં ગામના મિત્ર મંડળના સહયોગથી શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે દર્દીઓને સારવાર મળી રહી છે. કોરોનાના દર્દીને ડોક્ટર, રેમડિસિવિર ઇન્જેક્શન, જરૂરી દવાઓ અને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ આ કોવિડ કેર સેન્ટરમાં મળી રહી છે. હાલમાં ઓક્સિજન સાથે ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એક દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ છે.

મણુદ ગામે કોરોનાના દર્દીઓને ઘર આંગણે કોરોનાની સારવાર મળી રહે તે માટે મિત્ર મંડળના સહયોગથી ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રૂ બે લાખ ઉપરાંતના ખર્ચે અમદાવાદથી ત્રણ ઓક્સિજન કોન્સટેટર ખરીદવામાં આવ્યા છે ઉપરાંત ઓક્સિજનના છ બોટલની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ર્ડા. હાર્દિક ભાઈ પટેલ કોરોનાના દર્દીઓને સારવાર આપે છે. તેમજ બે નર્સ દ્વારા સતત દર્દીઓની સાર સંભાળ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...