વિવાદિત મતોની ગણતરી:નોરતા તળપદની સરપંચની ચૂંટણીના મતોની જ્યુડિશિયલ કોર્ટમાં ગણતરી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 જૂને ખાસ મત ગણતરીનું પરિણામ અને ઇલેક્શન પિટિશનનો ચુકાદો
  • ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં પરાજિત ઉમેદવારે પાટણ જયુડીશીયલ કોર્ટમાં ઈલેક્શન પિટિશન દાખલ કરાવી હતી

પાટણ તાલુકાના નોરતા તળપદ ગ્રામ પંચાયતની ગયા ડિસેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણીમાં પાતળી સરસાઈથી પરાજિત થયેલા ઉમેદવાર દ્વારા પાટણ જયુડીશીયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ઈલેક્શન પિટિશનમાં ગુરુવારે ચૂંટણી અધિકારી , ઉમેદવારો તથા પક્ષકારોનાં વકીલોની હાજરીમાં પાટણની કોર્ટમાં કોર્ટ કમિશ્નરની સમક્ષ વિવાદિત મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં બંને ઉમેદવારને મળેલા વિવાદિત મતોને અલગ તારવી કોર્ટ કમિશ્નર દ્વારા અલગ અલગ સીલબંધ કવરમાં સીલ કરીને મેજિસ્ટ્રેટને સુપરત કરાયા હતા.

આ ખાસ મત ગણતરીનું પરિણામ અને ઇલેક્શન પિટિશન નો ચુકાદો 28 જૂને આપવામાં આવશે. ઈલેક્શન પિટિશન ના સરકાર પક્ષે સરકારી વકીલ મિતેશભાઈ પંડ્યા ના જણાવ્યા મુજબ નોરતા તળપદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાયચંદભાઇ પટેલ પાતળી સરસાઈથી પરાજિત થયા હતા તેઓએ પરિણામ થી નારાજ થઈ પાટણ જ્યુડિશિયલ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં તેમણે સરપંચ પદની 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી ચૂંટણીમાં તમામ મતપત્રકો કોર્ટમાં રજુ કરાવી તેની ચકાસણી કરી વિજેતા ઉમેદવાર વિજયભાઇ પટેલને મળેલા 32 જેટલા મત રદ બાતલ ઠરાવી અરજદારને સરપંચ તરીકે ચુંટાયેલા જાહેર કરવા દાદ માગી હતી.

અન્ય સમાચારો પણ છે...