તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:પાટણમાં ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જગતનિયતાના જયઘોષ સાથે ત્રણેય રથોને મંદિર પરિસરમાં લાવવામા આવ્યા

ઉત્સવપ્રિય ઐતિહાસિક ધર્મનગરી પાટણ શહેરમાં આગામી 12મી જુલાઈ સોમવારનાં રોજ યોજાનાર ભગવાન જગન્નાથના મહા ઉત્સવને લઈ રથયાત્રા સમિતિ દ્વારા અષાઢ બીજની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરુ કરી દેવામાં આવ્યું છે.

અષાઢી બીજે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની 139 મી રથયાત્રા માટે જય રણછોડના જયઘોષ સાથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રજીના રથ મંદિર સંકુલમાં લાવવામાં આવ્યા હતા. સોમવારે જગત નિયંતાને મંત્રોચ્ચાર સાથે આંખે કાળી દ્રાક્ષ, વરિયાળી સાકરનું પાણી આજી આંખે પાટા બાંધવામાં આવશે.

જગન્નાથપુરી અમદાવાદ પછી ત્રીજા ક્રમે પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે નીકળે છે.આગામી 12મી જુલાઈને સોમવારે રથયાત્રા માટે સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. ગત વર્ષે કોરોનાના કારણે રથયાત્રા નીકળી શકી નહોતી મંદિર સંકુલમાં જ ભગવાનને રથમાં બિરાજમાન કરી પૂજા અર્ચના કરી હતી. પરંતુ આ વર્ષે જગતનો નાથ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નીકળશે તેવી ભકતોમાં શ્રદ્ધા છે જે રાજમાર્ગો પરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ નીકળવાના છે એ માર્ગો જગન્નાથ મંદિર, હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ સહિત ત્રણ દરવાજા સુધી 5 કમાનો ઉભી કરી છે. જોકે કોરોનાના કારણે આ વખતે સમિતિ દ્વારા રથયાત્રાનો રૂટ ટૂંકાવ્યો છે. રવિવારે જય રણછોડના નાદ સાથે ભગવાનના ત્રણે રથ મંદિર સંકુલમાં લાવ્યા હતા.

ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતિક એટલે ભગવાન જગન્નાથની પૂણ્યકાળી રથયાત્રા..ઓરીસ્સા જગન્નાથપુરી અને અમદાવાદ પછી ત્રીજા ક્રમે અંકિત થયેલી પાટણ નગરની ભગવાન જગન્નાથની રથયાત્રા શ્રધ્ધા , ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે ઉજવાય તે માટે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે .

વર્ષ 2020 માં વૈશ્વિક મહામારીમાં સ્થગિત કરાયેલ રથયાત્રા આ વર્ષે રંગેચંગે જગતનો નાથ ભકતોને દર્શન આપે તેવી અખુટ શ્રધ્ધા રથયાત્રા સમિતિ અને પાટણની ધર્મપ્રેમી જનતામાં જોવા મળી રહી છે . પ્રથમ ચરણમાં રથયાત્રા સમિતિ દ્વારા શહેરના જે રાજમાર્ગો પરથી જગતનિયતા ભગવાન કાળીયા ઠાકોર , બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ નીકળનાર છે તેવા માર્ગો ઉપર કમાનો ઉભી કરવાની કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવી છે . જગન્નાથ મંદિરથી હિંગળાચાચર , ચર્તુભુજ બાગ , જુનાગંજ , સહિત ત્રણ દરવાજા સુધી 5 કમાનો ઉભી કરવામાં આવી છે .

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રાનો રથ ટુંકાવી દેવામાં આવ્યો છે . તો જગતનિયતાની 139 મી રથયાત્રાને લઈ રવિવારના દિવસે રથયાત્રા સમિતિના ઉત્સાહી સભ્યો દ્વારા રથયાત્રાના પાવન દિવસે નગરજનોને સામે ચાલીને દર્શન આપવા માટે જે રથમાં ભગવાન જગન્નાથ સહિત ભાઈબલભદ્ર અને બહેન સુભદ્રા બીરાજવાના છે તે ત્રણેય રથોને રવિવારે જય રણછોડ માખણચોરનાં જયધોષ સાથે મંદિર પરીસર ખાતે લાવવામાં આવ્યા હતા . જયાં સમિતિના કાર્યકર્તાઓ તેમજ રથ ખેંચનાર ખલાસીઓએ જગન્નાથ ભગવાનનો જયધોષ કરી સમગ્ર મંદિર પરીસરને ગુંજવી મુક્યુ હતું . આમ આગામી રથયાત્રાને લઈ ભગવાનની વિવિધ ધાર્મિક વિધીઓ તેમજ મહાઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે . આમ પાટણશહેરમાં આગામી રથયાત્રાને લઈ આજથી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે .

મંજૂરી નહીં મળે તો મંદિર સંકુલમાં ભગવાનની પૂજા થશે
જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લએ જણાવ્યું હતું કે ભગવાનના વાઘા સહિત તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. મંદિરમાં લાઇટ ડેકોરેશન પણ કરાયું છે સોમવારે મંત્રોચ્ચાર સાથે ભગવાનને આંખે કાળી દ્રાક્ષ વરિયાળી અને સાકરનું પાણી આજી આખે પાટા બાંધવામાં આવશે. રથયાત્રા માટે ભગવાનની કૃપાથી જ મંજૂરી મળી જશે તેવી આશા છે મંજૂરી નહીં મળે તો મંદિર સંકુલમાં જ ભગવાનની પૂજા-અર્ચના કરીશું.

પોલીસને હજુ સરકારની લીલીઝંડી મળી નથી
જિલ્લા પોલીસ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રથયાત્રા કાઢવા માટેની મંજૂરી ન મળે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં

અન્ય સમાચારો પણ છે...