તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટ દિલ્હી દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના આર્કિટેકટ વિભાગમાં પૂરતી સુવીધાઓનું નિરીક્ષણ કરાયુ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિપાર્ટમેન્ટમાં બેઠકોમાં વધારો-ઘટાડો કરવો કે હાલની સીટો છે તે યથાવત રાખવી તે અંગે નિર્ણય કરાશે

કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટ, નવી દિલ્હી દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ટની મુલાકાત લઈ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. ટીમના સભ્ય આર્કિટેક્ટ મિતેશભાઈ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ સાથે તેમજ વિભાગના વડા સાથે બેઠક કરી હતી તેમજ વિભાગની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઇન્સ્પેકશનના અહેવાલના આધારે હવે ડિપાર્ટમેન્ટમાં બેઠકોમાં વધારો ઘટાડો કરવો કે હાલની જે 40 સીટો છે તે યથાવત રાખવી તે અંગે કાઉન્સિલ દ્વારા નિર્ણય કરી જાણ કરવામાં આવશે.આર્કિટેક્ટ કાઉન્સિલ દ્વારા દર વર્ષે આર્કિટેક્ટ કોલેજોનું ઇન્સ્પેકશન કરવામાં આવતું હોય છે તે અંતર્ગત કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટ, દિલ્હી દ્વાર પાટણ યુનિવર્સિટી સ્થિત આર્કિટેક્ટ ભવનની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર નિર્માણ ભવનના આર્કિટેક્ટ મિતેશભાઇ દ્વારા પાટણ આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ કાઉન્સિલના નિયત ધોરણો મુજબ જરૂરી સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કલાસરૂમ, વર્કશોપ, એક્ઝિબિશન, સાધનો, મોડલ, લાયબ્રેરી, પુસ્તકો, લેબ, ફેકલ્ટી-સ્ટાફરૂમ, ક્વોલિફાઇડ સ્ટાફ વગેરે જરૂરીયાત મુજબ પૂરતા પ્રમાણમાં છે કે કેમ તે બાબતે નિરીક્ષણ કરાયું હતું. કાઉન્સિલના પ્રતિનિધિ દ્વારા કુલપતિ ડો.જે. જે .વોરા સાથે મુલાકાત કરવામાં આવી હતી તેમજ વિભાગના એચઓડી અને ફેકલ્ટી સાથે પણ મિટિંગ કરી જરૂરી પૂછપરછ કરવામાં આવી હતી.

કુલપતિ ડો. વોરાએ જણાવ્યું હતું કે, આર્કિટેક્ટ કાઉન્સિલના ઇન્સ્પેકશન બાદ તેમનો રિપોર્ટ કાઉન્સિલના હેડ સમક્ષ રજુ કરશે અને તેના આધારે કાઉન્સિલ દ્વારા ઇન્ટેક સહિતની બાબતો અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટને જાણ કરશે.

યુનિવર્સિટીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના હેડ મીરા મેડમ એ જણાવ્યું કે, આર્કિટેક્ટ કાઉન્સિલના મિતેશભાઇ દ્વારા ઇન્સ્પેકશન અંતર્ગત આજે યુનિવર્સિટીમાં આર્કિટેક્ટ વિભાગની મુલાકાત લીધી હતી. તેમનો પ્રતિસાદ ખૂબ જ સારો રહ્યો હતો. યુનિવર્સિટીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે પણ તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પાંચ જિલ્લાને સાંકળતી યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ આર્કિટેક્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે તે બાબતે પણ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને પાટણની સંસ્કૃતિ અને વિરાસત અંગે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, આર્કિટેક્ટ કાઉન્સિલના ઇન્સ્પેકશન અને ઓબ્ઝર્વેશન બાદ ડિપાર્ટમેન્ટના ઇન્ટેક બાબતે નિર્ણય કરવામાં આવતો હોય છે. પાટણ યુનિવર્સિટીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટમાં અત્યારે 40 સીટો મંજુર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...