ખેડૂતો ચિંતિત:માવઠાની ભીતિથી પાટણ, સિદ્ધપુર, હારિજ ગંજમાં આજે કપાસની ખરીદી બંધ રહેશે

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાસ સહિતની ખરીદી ચાલુ રખાશે, જીરૂ પાકમાં નુકસાનની ખેડૂતોમાં ચિંતા
  • પાટણ માર્કેટ યાર્ડમાં સતત ત્રણ દિવસ ખરીદી બંધ રહેશે, સોમવારથી રાબેતા મુજબ ચાલુ થશે

જિલ્લામાં બુધવારે સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. ત્યારે કમોસમી વરસાદ થાય તો ખેડૂતો અને વેપારીઓનો કપાસનો જથ્થો પલડે નહીં તે માટે પાટણ, સિદ્ધપુર અને હારિજ માર્કેટયાર્ડ દ્વારા ગુરુવારથી કપાસની ખરીદી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે જીરાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

પાટણ માર્કેટયાર્ડમાં 19000 મણથી વધુ કપાસનો જથ્થો વેચાણ માટે આવી રહ્યો છે. જ્યારે હારિજ ગંજ બજારમાં પણ 8000 મણ કપાસનો જથ્થો આવી રહ્યો છે. ત્યાં જીનિંગ મિલોમાં પણ કપાસનો મોટો જથ્થો ઠલવાઈ રહ્યો છે. ત્યારે સિદ્ધપુર યાડૅમાં પણ આસપાસના ગામોમાંથી ખેડૂતો કપાસના વેચાણ માટે આવી રહ્યા છે. પરંતુ બુધવારે સવારથી હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. માવઠું થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે છાંટા પડે તો ખેડૂતો અને વેપારીઓનો કપાસનો જથ્થો પલડે નહીં તે માટે પાટણ ગંજ હજાર દ્વારા ગુરુવારથી શનિવાર સુધી ત્રણ દિવસ કપાસની ખરીદી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. સોમવારથી રાબેતા મુજબ કપાસની ખરીદી શરૂ થશે.

વાતાવરણ જોઇ આગળ નિર્ણય લઇશું : સેક્રેટરી
હારિજ માર્કેટયાર્ડના સેક્રેટરી નરસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે કમોસમી છાંટા થાય તો કપાસનો જથ્થો પડે નહીં તે માટે ગુરુવારે ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો છે શુક્રવારે જાહેર રજા છે. શનિવારથી ખરીદી શરૂ કરવી કે કેમ તેનો આ બે દિવસમાં વાતાવરણ જોઈ આગળ નિર્ણય લઇશું. ખરીદી બંધ રાખવા માટે જિનિગ મીલો ના વેપારીઓની પણ માગ હતી.

અન્ય સમાચારો પણ છે...