કૃષિ:પ્રથમ નોરતે પાટણ અને સિદ્ધપુરમાં કપાસની હરાજીના શ્રીગણેશ કરાયા

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં સરેરાશ રૂ. 1051થી 1666 અને સિદ્ધપુરમાં 1050થી 1700 ભાવ રહ્યા
  • પાટણ માર્કેટયાર્ડમાં​​​​​​​ પ્રથમ ​​​​​​​દિવસે 1437 અને સિદ્ધપુરમાં કપાસની આવક 1345 મણ

પાટણ માર્કેટયાર્ડમાં પ્રથમ નોરતે વેપારીઓએ કપાસની ખરીદીનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસે કપાસના ભાવમાં તેજી રહેતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને ભાવ વધારે મળ્યા છે પરંતુ સતત વરસાદના કારણે ઉત્પાદન પર માઠી અસર થઈ છે. પાટણ માર્કેટયાર્ડમાં ગુરુવારથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ, સરસ્વતી અને ચાણસ્મા પંથકમાંથી કપાસનો જથ્થો આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે 1437 મણ કપાસનો જથ્થો આવ્યો હતો. પરંતુ હજુ કપાસમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી બે પ્રકારના ભાવ પડ્યા હતા.

જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય તે જથ્થાના ભાવ પ્રતિ મણ 1051થી 1150 સુધીના પડ્યા હતા. ભેજ ના હોય તેવા ફ્રેશ જથ્થાના ભાવ 1051થી 1666ના મળ્યા હતા. સતત વરસાદના કારણે કપાસમાં સુકારો આવતા ઉત્પાદન ઘટવાની શક્યતાને પગલે ગયા વર્ષની સરખામણીએ આ વખતે ખેડૂતોને ભાવ ઉચા મળ્યા છે. ગયા વર્ષે પ્રથમ દિવસે મણના રૂ.800 થી 1006 સુધીના ભાવ પડ્યા હતા.

સામે 3417 મણ જથ્થો આવ્યો હતો. પાટણ ગંજ બજારમાં માચૅ માસ સુધી કપાસનો જથ્થો આવે છે. જેમાં દિવાળી બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં વધારે જથ્થો આવશે પરંતુ આ વખતે વરસાદે કપાસની ખેતી બગાડી હોવાથી ઉત્પાદન પર માઠી અસર પડી છે. સિદ્ધપુર યાર્ડમાં કપાસનો ભાવ 1050થી 1700 સુધીનો મળ્યો હતો. 1375 મણ જથ્થો આવ્યો હતો. પાટણમાં 14 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...