તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:કોરોના પીક 10 થી 30 મે સુધીમાં બિલકુલ ડાઉન થઈ શકે છે, તબીબ

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15થી 30 એપ્રિલ સુધી ક્રિટીકલ પિરિયડ હતો જે પૂરો થઈ ગયો

પાટણ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ પીક ઉપર ચાલી રહ્યું છે અને છેલ્લા અઠવાડિયાથી જિલ્લા નો આંકડો 200થી વધુ કેસનો આવી રહ્યો છે આવી સ્થિતિમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનના અછત અને અભાવે દર્દીઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે ત્યારે જિલ્લામાં આગામી મહિનામાં અંત સુધીમાં કોરોના પીક અપ ડાઉન થશે અને કેસ બિલકુલ ઘટી જશે તેઓ મત પાટણના અનુભવી અને નામાંકિત તબીબોએ વ્યક્ત કર્યો હતો. તબીબોના જણાવ્યા મુજબ અમેરિકા,ફ્રાન્સ તેમજ અન્ય દેશોમાં તેની પીક ઘટી છે.ધીમે ધીમે સુરતમાં પણ ડાઉન શરૂ થઇ ગયું છે. જિલ્લામાં પણ પીક ડાઉનની શરૂઆત થઈ જવા પામી છે.

મેં મહિનાના અંત સુધીમાં પીક પૂરી થઈ જવાની પૂરી શક્યતા
શહેરના ફિઝિશિયન ડોક્ટર રેનીશ મેમદાણી જણાવે છે કે 70 ટકા લોકો અસર થાય તેને herdહર્ડ ઈમ્યુનિટી કહેવામાં આવે છે.આ મુજબ ૭૦થી ૮૦ ટકા પીક પૂરી થઈ ગઈ છે. ખાસ કરીને શહેરો કરતા ગામડામાં હાલમાં નવા કેસ આવી રહ્યા છે પરંતુ આ ઉછાળો વધારે નહીં રહે.આગામી ૨૦ થી ૩૦ દિવસ સુધીમાં પીક જતી રહેશે.
ગામડાનું સંક્રમણ હોવાથી પીક હજુ જળવાઈ રહેશે
સિનિયર ફિઝિશિયન ડૉક્ટર શંકરભાઈ પટેલે જણાવ્યું કે મોટાભાગના કેસ અત્યારે ગામડામાંથી આવી રહ્યા છે તે જોતા હાથવેંતમાં પીક પૂરી થઈ જશે નહીં પરંતુ હજુ સમય લાગશે હજુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જોઈએ તેટલી ગંભીરતા આવી નથી એટલે કેસ નીકળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો