કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, આજે નવા 121 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 202 દર્દીઓ સ્વસ્થ થતા આંકડો 9561 ઉપર પહોંચ્યો
  • સિદ્ધપુરમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી કોરોના સંક્રમિત બની

પાટણ જિલ્લા સોમવારે કોરોનાએ સદી ઉપર આંકડો નોંધાવ્યો છે. પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 121 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 202 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ બન્યા છે. જ્યારે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંક 9661 ઉપર પહોંચ્યો છે. સિદ્ધપુરમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પણ કોરોના સંક્રમિત બની છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધવાનાં કારણે કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં નોંધાઇ રહ્યાં છે. કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સોમવારના રોજ પાટણ જીલ્લામાં કોરોનાએ ફરીથી સદી ઉપર આંકડો નોંધાવતા જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 121 કેસ નોંધાયા છે.

જેમાં પાટણમાં 30, સરસ્વતી 11, સિધ્ધપુર 32, ચાણસ્મા 4, રાધનપુર 2, સમી 9, શંખેશ્વર 15, સાંતલપુર 14, હારીજ 4 મળી જીલ્લામાં કુલ નવા 121 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસ આંકડો 9561 ઉપર પહોંચ્યો છે. હાલમાં હોમ આઈસોલેશન હેઠળ 784 દર્દીઓ સારવાર લઈ રહેલા છે. તો 335 દર્દીઓના સેમ્પલ પેન્ડીગ છે.

અન્ય સમાચારો પણ છે...