રજૂઆત:કોરોના મૃતક પીએચડીના વિદ્યાર્થી માટે વાયવા અને પ્રેઝન્ટેશન માટે મંજૂરી માંગી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાઈડે એકેડેમિક કાઉન્સિલમાં મત રજૂ કર્યો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બુધવારે વહીવટી ભવન ખાતે એકેડમિક કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં નવીન શૈક્ષણિક સત્રના અભ્યાસક્રમો અંગે અભ્યાસ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલી ભલામણ મંજૂર કરાઇ હતી તેમજ મૃતક પીએચડીના વિધાર્થીને ડિગ્રી પ્રાપ્ત થાય તે માટે તેના ગાઈડને વાયવા અને પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે અરજી અનુસંધાને મંજૂરી આપવા ઇસી બેઠકમાં ભલામણ કરાઈ છે.

યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલ એક વિદ્યાર્થીનું કોરોનામાં મોત થઈ ગયું હતું. પરંતુ તે પૂર્વે તેને પીએચ.ડી.નો શોધ નિબંધ તૈયાર કરી દીધો હતો. તેની મહેનત એળે ન જાય એને તેને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થાય માટે ફક્ત બાકી વાયવા અને પ્રેઝન્ટેશન ગાઈડને રજૂ કરવા મંજૂરી આપવા ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...