તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોના વળતાં પાણી, આજે માત્ર બે પોઝિટિવ કેસ નોંધાયા, પાંચ દર્દીઓએ કોરોનાને માત આપી

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10 હજાર 654 પર પહોંચ્યો
  • જિલ્લામાં હાલ માત્ર 48 એક્ટિવ કેસ

રાજ્યભરમાંથી કોરોનાની બીજી લહેર વિદાય લઇ રહી છે. ત્યારે પાટણમાં પણ કોરોનાના કેસ પૂર્ણતાના આરે છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતાં તંત્ર અને લોકોએ રાહતને શ્વાસ લીધો છે. આજે જિલ્લામાં કોરોનાના માત્ર બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાંચ દર્દીઓએ કોરોનાને માત આપી છે.

પાટણ જિલ્લામાં બુધવારે કોરોના બે કેસ સામે આવતા જિલ્લાનો કુલ આંક 10 હજાર 654 પર પહોંચ્યો છે. તો પાંચ સંકમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. તો કુલ 108 લોકોનાં મોત નિપજયાં છે. જ્યારે 34 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 1140 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ રાખવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લામાં બુધવારે નોધાયેલ કોરોના કેસની માહિતી આપતાં આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે. પાટણના ધારપુરમાં એક અને સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરીમાં એક પોઝિટિવ કેસ મળી આજે માત્ર બે કેસ નોંધાયાં છે. તો જિલ્લામાં પોઝિટિવ કેસો 10 હજાર 654 ઉપર પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...