તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટ્યું, આજે નવા કોરોના પોઝિટિવના માત્ર 45 કેસો નોંધાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા આજે 111 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા

પાટણ જિલ્લા વાસીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે કરતા જિલ્લામાં ગુરુવારે કોરોનાના ફકત 45 પોઝિટિવ કેસ આવ્યા છે. તેમજ 111 લોકો સ્વસ્થ બનતા લોકોમાં થોડી રાહત થઈ છે.

છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં મહંદ અંશે ઘટાડો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં મહંદ અંશે ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે પાટણ જીલ્લામાં કોરોના પોઝિટિવ નવા 45 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 15, સરસ્વતી 3, રાધનપુર 3, સિધ્ધપુર 9, ચાણસ્મા 8, સમી 2, હારીજ 2 અને શંખેશ્વરમાં 2, સાંતલપુર 1 મળી જીલ્લામાં કુલ નવા 45 કેસ નોંધાયા છે.

તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આકડો 9840 ઉપર પહોંચ્યો છે. જ્યારે 111 લોકો સ્વસ્થ થયા છે. હાલમાં હોમ આઈસોલેશન હેઠળ 729 દર્દીઓ સારવાર લઈ રહેલા છે. તો 502 દર્દીઓના સેમ્પલ પેન્ડીંગ છે.

એમએસસીઆઈટી ડિપાર્ટમેન્ટનાં હેડ વિશાલ ભેમવાલાને કોરોના ભરખી ગયો

છેલ્લા 25 દિવસથી પાટણની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસી આઇટી વિભાગના હેડ વિશાલ ભેમવાલાનું ગુરૂવારના રોજ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનો સહિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવારમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...