તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણમાં કોરોના સંક્રમણે માઝા મુકી, આજે કોરોના પોઝિટિવના વધુ 109 કેસ સામે આવતા ચકચાર મચી

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટણ કલેકટરે કીટ પહેરી વોર્ડમાં જઈ દર્દીઓની સારવાર અંગે પૂછપરછ કરી - Divya Bhaskar
પાટણ કલેકટરે કીટ પહેરી વોર્ડમાં જઈ દર્દીઓની સારવાર અંગે પૂછપરછ કરી
 • છેલ્લા ત્રણ દિવસ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવ્યા
 • ચાણસ્મા તાલુકામાં પ્રથમવાર 42 કેસનો વિસ્ફોટ
 • પાટણમાં દાખલ દર્દીઓની સંખ્યા વધતા ધારપુરમાં વધુ 120 બેડના બે આઇશોલેશન વોર્ડ ખોલવા પડ્યા

પાટણ શહેરમાં ગુરુવારે કોરોના કેસોએ સદી વટાવી હતી. જેમાં સૌથી વધુ ચાણસ્મા શહેરમાં 17 અને તાલુકાના ગામોમાં 25 મળી 42 કેસ સૌ પ્રથમવાર નોંધાયા હતા. પાટણ શહેરમાં 24 ,તાલુકામાં 12 મળી 36 ,સમીના જોરાવરપુરા ગામમાં એક સાથે 6 કેસ,હારીજ શહેરમાં 2 અને તાલુકામાં 3 મળી 5 ,રાધનપુર શહેરમાં 8 અને તાલુકામાં 2 મળી 1,સિદ્ધપુર તાલુકાના ગામોમાં 5, સરસ્વતી તાલુકામાં 3,સાંતલપુર 2 મળી કુલ 109 કેસ આવતા જિલ્લામાં કુલ.કેસનો આંક 5 હજાર વટાવી 5197 પર પહોંચ્યો હતી. જિલ્લામાં વધુ 992 ટેસ્ટિંગ કરાયા હતા. 873 નેગેટિવ આવ્યા હતા.10 દર્દી સ્વસ્થ થયા હતા.

પાટણ શહેરમાં બીજા દિવસે વેપારીઓના સ્વંય ભૂ બંધના બદલે પ્રશાસન દ્વારા બંધ કરાવવા નીકળવાની ફરજ પડી હતી.જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ કાફલો હાથમાં દંડાઓ લઈને બજારમાં ફરતા વેપારીઓ ઝડપથી બંધ કરવા લાગ્યા હતા.સાંજે 6 વાગ્યા સુધીમાં શહેરમાં તમામ ધંધા રોજગાર બંધ થતા બજારોમાં ફરી રહેલ લોકોને પોલીસ દ્વારા અટકાવી માસ્ક અને ડોક્યુમેન્ટ ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરવાનું શરૂ કરતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. કરફ્યુ પૂર્વે શહેર સજ્જડ બંધ થતા સુમસામ જોવા મળ્યું હતું. રાત્રી કરફ્યુ શરૂ થવા છતાં દિવસે બજારોમાં ભીડ સાથે લોકો બેદરકાર બનીને ફરતાં જોવા મળ્યા હતા.

ધારપુર દર્દીઓ વધતા બે આઇશોલેશન વોર્ડ ફરી શરૂ કર્યા
​​​​​​​
ધારપુરમાં કેસો ઘટતા 40 બેડ વાળો એક આઇશોલેશન વોર્ડ શરૂ રખાયો હતો.પરંતુ એપ્રિલ માસમાં વધતા કેસોને લઈ દાખલ દર્દીઓની સતત સંખ્યા વધતા ફરી બંધ કરાયેલ 120 બેડના બે આઇશોલેશન વોર્ડ અને ડૉક્ટરો સહિત 7 કર્મીઓની બે ટિમો નવીન બનાવી દર્દીઓની સારવાર માટે તૈનાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો