તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણમાં કોરોના સંક્રમણ વધ્યું, આજે કોરોના પોઝિટિવના નવા 105 કેસ નોંધાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 10,000 નજીક પહોંચ્યો

કોરોનાની બીજી લહેરમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લો પ્રભાવિત બન્યો છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા વિવિધ સેવાકીય સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો કટિબદ્ધ બનીને પ્રયાસ કરી રહ્યાં છે. શુક્રવારના રોજ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મળી કુલ 105 કોરોના પોઝિટિવ કેસો આવતા પાટણ વાસીઓમાં પુનઃ કોરોનાનો ભય ઉદ્ભવવા પામ્યો છે.

જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 9945

અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસો દસ હજાર નજીક પહોંચવા પામ્યા છે. કોરોનાની બીજી લહેરમાં શુક્રવારે પાટણ જિલ્લામાં પ્રકાશમાં આવેલા કોરોના પોઝિટિવ કેસમાં પાટણમાં 33, સિધ્ધપુર 12, શંખેશ્વર 13, સાંતલપુર 1, રાધનપુર 9, ચાણસ્મા 14, સરસ્વતી 4, સમી 6 અને હારીજ 13 કેસ કોરોના પોઝિટિવના મળી જિલ્લામાં કુલ 105 કેસ આવ્યા છે. જેમાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 9945 પર પહોંચ્યો છે.

હાલમાં પાટણ જિલ્લામાં હોમ આઈસોલેશન હેઠળ 719 લોકો સારવાર લઇ રહ્યાં છે. જ્યારે કોરોનાના પેન્ડિંગ સેમ્પલો 482 હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...