તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, નવા 55 કેસ નોંધાતા ફફડાટ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • પાટણ શહેરમાં નવા 14 કેસ નોંધાયા

પાટણમાં સતત બીજા દિવસે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ આજે એક સાથે 55 વ્યક્તિ પોઝિટીવ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ હવે પહેલાની જેમ કેસો આવવાના શરૂ થતાં ચિંતાનું વાતાવરણ બન્યુ છે. આજે સૌથી વધુ કેસો ચાણસ્મા તાલુકામાં આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી સંબંધિત વિસ્તારોને સેનેટાઇઝેશન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે .

પાટણ જીલ્લામાં આજે 55 કેસ સાથે કોરોનાનો વિસ્ફોટ થયો છે . આજે ચાણસ્મા શહેરમાં એકસાથે 7 કેસ આવ્યા છે . તો તાલુકાના દાંતકરોડીમાં 4 ધિણોજ - લણવામાં 2-2 , દેલમાલમાં 3 અને ધાણોધરડામાં 1 કેસ નોંધાયો છે પાટણ શહેરમાં પણ સૌથી વધુ 14 કેસ નોંધાયા છે . જેથી શહેરી વિસ્તારોમાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ બન્યુ છે .

તો પાટણ તાલુકાના મણુંદ અને સંડેરમાં 1-1 કેસ નોંધાયો છે આજે હારીજ શહેરમાં 3 , તાલુકાના દાતરવાડા , જુનામાંકામાં 1-1 , સમીના રાડુ ગામે એકસાથે 4 , સમીમાં 2 , શંખેશ્વરમાં 1 અને રાધનપુરના શહેરી વિસ્તારમાં 3 કેસ નોંધાયા આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી સાવચેતીના ભાગરૂપે કોવિડ ગાઇડલાઇન અંતગર્ત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો