તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ગામડામાં વધતું સંક્રમણ અટકાવવા 100 ગામોમાં કોરોના કેર સેન્ટર શરૂ કરાશે

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીને કેર સેન્ટરમાં દાખલ કરાશે નહીં

જિલ્લામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામુહિક આરોગ્ય કેન્દ્રો પર કોવિડ- કેર સેન્ટર બનાવ્યા છે તેમાં બેડની પણ વ્યવસ્થા કરી છે. પરંતુ હવે દરેક ગામોમાં આવા કેર સેન્ટર બનાવવા માટેનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઓને ગામમાં શંકાસ્પદ કેસ હોય તેવા લોકોને દવાની કીટ આપી ટેસ્ટિંગ કરાવવા અને પોઝિટિવ દર્દીને આઇશોલેશન માટે કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવા સૂચના આપી છે. દર્દી આ સેન્ટરમાં દાખલ થવાથી ઘરમાં બીજા લોકોને ચેપ લાગશે નહીં અને સંક્રમણ વધતું અટકશે. શાળા કોમ્યુનિટી હોલ વાડી જેવા સ્થળોએ કેર સેન્ટર શરૂ કરી શકાશે.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું કે હાલમાં 9 તાલુકામાં 100 સેન્ટર શરૂ કરવાનું આયોજન કર્યું છે. આગામી દિવસોમાં બીજા 150 સેન્ટર શરૂ કરી કુલ 250 જેટલા સેન્ટર શરૂ કરવાનું આયોજન છે. સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત સ્વયંસેવકો મળી 10 સભ્યોની કમિટી આ સેન્ટરનું સંચાલન કરશે દર્દીઓને ભોજન સહિતની વ્યવસ્થા સમિતિ કરશે. ડોક્ટર અને દવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાશે. ગામમાં લોકડાઉન અને નાકાબંધી કરવા માટે પણ સૂચના મળી છે. સહકારી સંસ્થાને ખર્ચ કરવા માટે છૂટ આપી છે.

સેન્ટરમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા માંગ
રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ઠાકોરે રાજ્યના આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી દરેક કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન અને રેમડીસિવિર ઇન્જેક્શન અને જરૂરી દવાઓ ની ની વ્યવસ્થા કરવા માટે માગણી કરી છે તેમણે જણાવ્યું છે કે કોરોના ની તમામ સારવાર કેર સેન્ટરમાં શરૂ થાય તો ગામડાના જરૂરિયાત મંદ લોકોને ઘર આંગણે સારવાર મળી રહે દરેક લોકોને ધારપુર પ્રાઇવેટ હોસ્પિટલ માં જવું ન પડે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો