તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:શંખેશ્વરના બીલિયા ગામમાં કોરોનાને પ્રવેશબંધી, હાલમાં એકપણ કેસ નહીં

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેબિનેટ મંત્રી અને જન પ્રતિનિધિઓની અપીલથી મહત્તમ રસીકરણ
  • ગામ સેનેટાઈઝ કરાયું હતું, ત્રણ વાર ઉકાળા અને માસ્કનું વિતરણ કરાયું

શંખેશ્વર તાલુકાના બીલિયા ગામમાં કરવામાં આવેલી કામગીરીના પગલે આજદીન સુધી ગામમાં કોરોના વાયરસના સંક્રમણનો એકપણ કેસ સામે આવ્યો નથી. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની અપીલના પગલે સ્વયંભુ લોકડાઉન અને મહત્તમ રસીકરણના પરિણામે ગામના લોકો આ મહામારીના સમયમાં પણ સુરક્ષિત રહી શક્યા છે.શંખેશ્વર તાલુકાના બિલીયા ગામને કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા સ્વખર્ચે સેનેટાઈઝ કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે ગામના પ્રત્યેક ઘરમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું. ગામના સરપંચના સહયોગથી ત્રણ વખત સમગ્ર ગામમાં ઉકાળા વિતરણ પણ કરવામાં આવ્યું.

ઉપરાંત કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા સમી તાલુકાની જમીન વિકાસ બેંકના પૂર્વ ચેરમેન અને સ્થાનિક આગેવાન નાડોદા કાનજીભાઈની અપીલના પગલે બિલીયા ગામમાં 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું હતું. સ્થાનિક જન પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવેલી જનજાગૃતિ ઝુંબેશના પરિણામે કોરોના વાયરસ પ્રતિરોધક રસીકરણ અભિયાન અંતર્ગત ગામમાં 80 ટકા ગ્રામજનોએ રસી લીધી.

અન્ય સમાચારો પણ છે...