તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:પાટણની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતાં બાલિસણાનાં મહિલાને ભેટમાં મળેલા કોન્સટ્રેટર મશીનથી નવજીવન મળ્યું

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશમાં વસતા પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજે ઓક્સિજન કોન્સટ્રેટર મોકલ્યાં હતાં

ગત એપ્રિલમાં કોરોના કહેરમાં પાટણ શહેરની તમામ હોસ્પિટલો હાઉસફૂલ હતી અને લોકો ઓક્સિજન વગર તરફડિયા મારી મોતને ભેટી રહ્યા હતા ત્યારે બાલિસણા ગામના યુવાનોના પ્રયત્નોથી તત્કાળ ધોરણે લાવવામાં આવેલું ઓક્સિજન કોન્સટ્રેટર મશીન શહેરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓ માટે જીવાદોરી બની રહ્યું હતું. 41 વર્ષના જયશ્રીબેન ભરતભાઈ પટેલે જણાવ્યું કે જો સમયસર ઓક્સિજન મશીન ન મળ્યું હોત તો હું જીવતી ન હોત અને મારા ત્રણે નાના બાળકો રઝળી પડતા. મશીન દાનમાં આપનાર દાતાઓ અને તે મશીન લઇ મને બચાવવા માટે દોડતા ગામભાઈઓનો આભાર વ્યક્ત કરવાના મારી પાસે શબ્દો નથી.

એપ્રિલમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો ત્યારે બાલીસણાના અરવિંદભાઈ પટેલ, મુકેશભાઇ પટેલ અને મિત્ર મંડળ દ્વારા 5 ગામ લેઉવા પાટીદાર સમાજના ગ્રુપમાં મેસેજ મદદ માટે મૂક્યો હતો. અને મૂળ ગામના વતની અને નાસિકમાં રહેતા લોકોએ તાત્કાલિક ધોરણે એક લાખ રૂપિયાથી વધુ સહાય મોકલી હતી. જેમાં અમદાવાદ ખાતેથી 22 એપ્રિલના રોજ એક ઓક્સિજન મશીન મળ્યું હતું. 24 એપ્રિલના રોજ ગામના જયશ્રીબેન ભરતભાઈ પટેલની તબિયત લથડી હતી. તેમને પાટણ ખાતે લઈ જવાયા હતા પરંતુ એક પણ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ ન હતી.

તેમના પરિજનો રઝળપાટ કરીને પાછા જઈ રહ્યા હતા આ હકીકતની જાણ અરવિંદભાઈ પટેલ મુકેશભાઇ પટેલ વગેરેને થતા તેઓ ઓક્સિજન મશીન લઈને સામે દોડ્યા હતા. અડધા રસ્તે મશીન લગાવી પાછા લાવી થોડા કલાક ઘરે રાખ્યા પછી પાટણ ખાતે ઓક્સિજન મશીન સાથે લઈ જતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ થઈ હતી. આ પછી હોસ્પિટલથી પણ ઓક્સિજન મળતો થયો હતો. અને જયશ્રીબેન બચી ગયા હતા. ભાન્ડું ગામના વતની અને પાટણ ખાતે રહેતા નારણભાઇ પુંજીરામ પટેલને પણ મશીનની જરૂર પડતાં તેમને પણ આ મશીન કામ લાગ્યું હતું અને તેમના ઘર સુધી ઉપયોગ કરવા મળ્યું હતું.

નાસીક અને અમેરિકા ઓક્સિજન કોન્સટ્રેટર આવ્યાં હતાં
યુવા અગ્રણી અરવિંદભાઇ પટેલે જણાવ્યું કે અમે પાંચ મશીન લેવા માટે અમદાવાદ ગયા હતા પરંતુ એક ખાનગી વ્યક્તિ પાસેથી અમને એક મશીન માંડ માંડ મળી શક્યુ હતું. આપાતકાલીન ટહેલને ધ્યાને લઇ અમેરિકામાં વસતા પાંચ ગામ સમાજના દાતાઓ દ્વારા અમારા પાંચેય ગામ બાલીસણા, સંડેર, મણુદ, ભાન્ડું, અને વાલમ ખાતે પાંચ ઓક્સિજન મશીન પહોંચતા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાથી પણ ઓફર આવી હતી. જોકે પછી જરૂર પડી નથી.

અન્ય સમાચારો પણ છે...