જિલ્લામાં ચાલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં દિવસો પસાર થતા અઘરા વિષયોની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાતા કોપી કેસ આવવાના શરૂ થવા પામ્યા છે. શહેરમાં ગુરુવારે ધોરણ 12 માં એક કોપી કેસ નોંધાયા બાદ શુક્રવારે પણ ધોરણ 10 ની ગણિત ની પરીક્ષા હોવાથી શહેરની એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલમાં પરીક્ષા આપી રહેલ એક વિદ્યાર્થી વર્ગખંડમાં કાગળમાં હાથથી લખેલ જવાબોની ચિઠ્ઠી લઈને ઉત્તરવહીમાં જવાબ લખી રહ્યો હોય તે દરમિયાન ઓબ્ઝર્વેશન કરી રહેલા નિરીક્ષક ને શંકા જતા તપાસ દરમિયાન તેની પાસેથી કાગળની ચીઠ્ઠી મળી આવતા નિરીક્ષકે આ બાબતે સંચાલકને ધ્યાન દોરી સૂચના મુજબ ગેરરીતી બદલ કોપી કેસ નોંધવામાં આવ્યો હતો. ધોરણ 10 માં પ્રથમ કોપી કેસ છે.
શુક્રવારે ધોરણ 10 માં ગણિત વિષયની પરીક્ષા યોજાય હતી. જેમાં 7319 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા 326 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાય હતી. જેમાં 4353 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 45 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. બંને વિષયની પરીક્ષાઓમાં પેપર સરળ રહેતા છાત્રોને મુશ્કેલી પડી ન હતી ગણતરી વાળાં એમસીક્યુ પ્રશ્નોમાં ઉતરો લખવામાં મુશ્કેલી પડી હતી.
ધોરણ 10 માં પ્રથમ કોપી કેસ
એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલમાં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી વર્ગખંડમાં કાગળમાં જવાબોની ચિઠ્ઠી લઈને ઉત્તરવહીમાં જવાબ લખી રહ્યો હોય તે દરમિયાન ઓબ્ઝર્વેશન કરી રહેલા નિરીક્ષક ને શંકા જતા તપાસ દરમિયાન તેની પાસેથી કાગળની ચીઠ્ઠી મળી આવતા નિરીક્ષકે આ બાબતે સંચાલકને ધ્યાન દોરી સૂચના મુજબ ગેરરીતી બદલ કોપી કેસ નોંધવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.