• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Controversy Over Assigning The Post Of Assistant Registrar To The Assistant Professor Of Journalism, BBA After The President Of The University

વિવાદ:યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરને જર્નાલિઝમ, બીબીએ અધ્યક્ષ બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનો ચાર્જ સોંપાતાં વિવાદ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ આસિ. પ્રોફેસરને ફરજ ઉપરાંત વધારાના ત્રણ મહત્વના ચાર્જ સોંપાતાં સિનિયર પ્રોફેસરમાં નારાજગી
  • આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને છૂટા કરતા ખાલી જગ્યાનો ચાર્જ સોંપાયો, બે ક્લાર્કના ચાર્જ પણ અન્ય કર્મીઓને સોંપાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જગદીશ પ્રજાપતિને સરકારના આદેશ મુજબ છુટા કરવામાં આવતા તેમની ખાલી પડેલી જગ્યા ઉપર આસિસ્ટન્ટ પ્રોફેસર આનંદ પટેલને વધુ એક ચાર્જ સોંપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં એક જ આસિસ્ટન્ટ પ્રોફેસરને મહત્વના ત્રણ ચાર્જ સોંપવામાં આવતા અન્ય પ્રોફેસરોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. તેમજ અન્ય બે કલાર્કની ખાલી પડેલ જગ્યા ઉપર અન્ય બે કર્મચારીને ચાર્જ સોંપવામાં આવનાર છે.

યુનિવર્સિટીમાં નિવૃત્તિ બાદ એકસ્ટેશન આપી ફરજ ઉપર રાખવામાં આવેલ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જગદીશ પ્રજાપતિ તેમજ બે હેડ ક્લાર્કને સરકારના પરિપત્ર મુજબ છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનો કાર્યભાર વહીવટી પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનો હોય કામગીરી અટકી ના પડે તે માટે તાત્કાલિક કુલપતિના આદેશ અનુસાર મહેકમ વિભાગ દ્વારા બી.બી.એ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર આનંદ પટેલને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એક સિનીયર પ્રોફેસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એક જ વ્યક્તિને મહત્વના ત્રણ હોદ્દાઓ આપી યુનિવર્સિટીએ વહાલા દવલાની નિતી બતાવી છે.

સિનિયર પ્રોફેસરમાં નારાજગી જણાઈ
નામ ન આપવાની શરતે પ્રોફેસરે જણાવ્યું હતું કે બી.બી.એ વિભાગના આસિસ્ટન્ટ પ્રો.આનંદ પટેલને પહેલા જર્નાલિઝમ વિભાગમાં અધ્યક્ષનો ચાર્જ આપ્યા બાદ યુનિવર્સિટી દ્વારા બી.બી.એ વિભાગમાં અધ્યક્ષનો ચાર્જ આપવામાં આવેલ છે. બે ચાર્જ ઉપરાંત હવે વહીવટી વિભાગમાં મહત્વના આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનો પણ ચાર્જ આપવામાં આવ્યો છે. ત્યારે ફરજની સાથે એકસાથે યુનિવર્સિટીમાં દ્વારા ત્રણ ત્રણ ચાર્જ એક જ આસિસ્ટન્ટ પ્રોફેસરને આપી અન્ય સિનિયર પ્રોફેસરોને કોઈ મહત્વ અપાતું નથી. કુલપતિ દ્વારા અન્ય પ્રોફેસરને મહત્વ આપવામાં આવે તેવી પ્રોફેસરમાં ચર્ચા ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...