તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ચાર્જ લેવા જેવી સામાન્ય બાબતમાં વિવાદ સર્જાયો, પ્રોફેસરોએ ઓફિસ અને રૂમ સીલ મારી દીધા

પાટણ10 દિવસ પહેલા
 • યુનિમાં વિભાગના હેડે બે દિવસ બાદ વિભાગનો ચાર્જ આપવાનું કહેતા પ્રોફેસરોએ ઓફિસ અને રૂમને તાળા માર્યા
 • બી.કોમ અને બી વોક વિભાગનો ચાર્જ બે પ્રોફેસરોને સોંપાતાં વિવાદ થયો

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ચાર્જ લેવા જેવી સામાન્ય બાબતમાં વિવાદ સર્જાયો હતો. પાટણ હેમચ્દ્રાચાર્ય યુનિવર્સીટીમાં બીબીએ વિભાગના હેડ મિતુલ દેલિયાની પરીક્ષા નિયામક તરીકે નિમણુંક થઇ કાર્યભાર સંભાળતા કુલપતિ દ્વારા તેમના વિભાગનો અને અંદર ચાલતા બી.કોમ અને બી વોક વિભાગના ચાર્જ પ્રોફેસર આનંદ પટેલ અને ડૉ.જયત્રિવેદીને કુલપતિ દ્વારા ગત શુક્રવારે સોંપવામાં આવ્યો હતો જે અંગે વિવાદ સર્જાયો હતો.

બી.કોમ અને બી વોક વિભાગના ચાર્જ પ્રોફેસર આનંદ પટેલ અને ડૉ.જયત્રિવેદીને કુલપતિ દ્વારા ગત શુક્રવારે સોંપવામાં આવ્યો હતો અને તત્કાલ ચાર્જ સંભાળી લેવા માટે આદેશ કર્યો હતો. જેથી બન્ને ચાર્જ સોંપેલા પ્રોફેસરોએ દ્વારા મિતુલ દેલિયાને ફોન કરી ચાર્જ સોંપવા જાણ કરતા તેમન સાંજે પાંચ વાગે આવીને આપવાની વાત કહ્યા બાદ તેઓ કામમાં વ્યસ્ત હોઈ ન આવી સોમવારે ચાર્જ આપવાનું કહ્યું હતું. જેથી બન્ને પદ્યાપકો દ્વારા મિતુલ દેલિયાના હેડ ઓફિસ સહીત સ્ટોર રમ અને અન્ય તેમની કામગીરીનો રૂમ ત્રણેય લોક મારેલ હોવા છતાં ઉપર બીજું તાળું મારી સીલ મારી દીધા હતા. જેથી મિતુલ દેલિયા અંદર પ્રવેશ કરી શકે નહીં.ખાલી ચાર્જ સોંપવા જેવી સામાન્ય બાબતે પ્રથમવાર યુનિવર્સીટીમાં રૂમ સીલ કરવાની ઘટનાને લઇ ભારે વિવાદ સર્જાયો હતો. અન્ય પ્રોફેસરો સહીત હેડમા આ મામલે ચર્ચાનો વિષય બન્યો હતો.

ખોટી રીતે ઓફિસ અને રૂમ સીલ કરવામાં આવી હું કુલપતિને રજુઆત કરીશ
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, હું પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત હોઈ એમને સોમવારે ચાર્જ સોંપવાનું કહ્યું હતું. સામાન્ય રૂટિન બાબત છે. છતાં તેમને ચાર્જ સોંપ્યા પહેલા જ ખોટી રીતે સીલ કરવાની પ્રવુતિને લઇ મને દુઃખ પહોંચ્યું છે.આ બાબતે હું કુલપતિને રજુઆત કરીશ.

સુરક્ષા માટે ઓફિસ અને રૂમને તાળા મારવામાં આવ્યા
કુલપતિ જે જે વોરાને આ બાબતે પૂછતાં ગોળ ગોળ જવાબો આપી બચાવમાં તેમને જણાવ્યું હતું કે, બન્ને પદ્યાપકોને નેકની કમગીરી સોંપેલ છે.કામની સુરક્ષા માટે તાળું મારવામાં આવ્યું હતું. ભૂતકાળમાં કેમેસ્ટ્રી વિભાગમાં વિભાગોમાં તાળા તોડી અંદરથી કાગળોની ચોરી થઇ હતી. ચાર્જ સોંપેલા આનંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિભાગમાં ચોરી થવાનો ભય હોઈ અમને ચાર્જ સોંપ્યો છે, પરંતુ મળ્યો ન હોઈ બે દિવસ રજાઓમાં કઈ થાય તો જવાબદારી કોની જેથી અમે કાગળનો સીલ માર્યો હતો. તેઓ આવશે એટલે એમની હાજરીમાં સીલ ખોલી ચાર્જ લઇશું. કોઈ વિવાદ કે એવું નથી.સુરક્ષાના ભાગ રૂપે કુલપતિની મૌખિક સૂચનાથી જ સીલ માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો