તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નિવૃતિના છેલ્લા દિવસે કરેલી 11 જેટલા શિક્ષકોની વિવાદાસ્પદ બદલીનો રિપોર્ટ નિયામકને મોકલાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે હારિજના શિક્ષકે આક્ષેપ કર્યા

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઇ પ્રજાપતિ 1 જુલાઈના રોજ વય નિવૃત થયા હતા. અંતિમ દિવસોમાં કોઈપણ નિયમો વગર 11 જેટલા શિક્ષકોની મનપસંદ શાળાઓમાં રાતોરાત બદલી કરવામાં આવી હોવાના હારીજના શિક્ષક નરેશ રાવલ દ્વારા આક્ષેપો સાથે લેખિતમાં શિક્ષણ સમિતિ અને શિક્ષણ વિભાગમાં રજુઆત કરાતાં રાજ્યના શિક્ષણ નિયામક દ્વારા તાત્કાલિક જિલ્લામાં થયેલ બદલીઓની વિગતો મંગાવવામાં આવી હતી.

શુક્રવારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં થયેલ તમામ શિક્ષકોની બદલીઓની વિગતો શાળાઓમાંથી મંગાવી તેનો રિપોર્ટ તૈયાર કરી શનિવારે નિયામકને મોકલવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ શિક્ષણાધિકારી બિપિન પટેલે જણાવ્યું હતું કે નિયામકના આદેશ મુજબ શાળાઓમાંથી તાજેતરમાં થયેલ બદલીઓની વિગતો મંગાવી રિપોર્ટ નિયામકમાં મોકલાયો છે.તે રિપોર્ટ અંગે સોમવારે નિયામકમાંથી જે આદેશ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...