સરાહનીય કામગીરી:પાટણની પી.કે કોટાવાલા આર્ટસ કોલેજમાં વિકલાંગ કલ્યાણ અર્થે ફાળો એકત્ર કરાયો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણની પી.કે કોટાવાલા આર્ટસ કોલેજના NSS વિભાગ દ્વારા વિકલાંગ કલ્યાણ અર્થે કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પાસેથી ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 2 હજાર 830 રૂપિયા ફાળો એકત્ર થયો હતો. તેમાંથી 1 હજાર 415 રૂપિયા રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ, કડા રોડ કેમ્પસ, વિસનગરને અને 1 હજાર 415 રૂપિયા ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિકલાંગ સેવા પરિસર, કુવાસણાને મોકલી આપવામાં આવ્યો હતો. ફાળો એકત્રીકરણનું આયોજન કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. લલીતભાઈ એસ. પટેલના માર્ગદર્શનમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...