તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોન્ટ્રાક્ઝયુઅલ અને બોન્ડેડ મેડીકલ ઓફીસરોએ પગાર સહિત બાબતે કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુનિયર રેસીડેન્ટ ડોક્ટરનો પગાર 84,000 તેમની સામે મેડીકલ ઓફિસરનો પગાર 60,000

પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં એક બાદ એક વિભાગોમાં પગાર અને ભથ્થાં ચૂકવણી બાબતે સરકાર વિરોધમાં રોષ સામે આવી રહ્યો છે અગાઉ GMERSના તબીબી શિક્ષકોને પણ વિવિધ મુદ્દે અસંતોષ હતો. તો હવે કોન્ટ્રાક્ઝયુઅલ અને બોન્ડેડ મેડીકલ ઓફિસરોમાં પણ પગાર મુદ્દે અસંતોષ સામે આવ્યો છે. જેને લઈને તેમના એસોસીએશન દ્વારા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યું હતું

નિરાકરણ નહી આવે તો કામગીરી સ્થગિત કરાશે

મેડીકલ ઓફિસરોના કહેવા મુજબ સરકારે ભરતી કરેલા જુનિયર રેસ્ટેન્ટ ડોક્ટરોને માસિક 84000 રૂપિયા પગાર આપવામાં આવે છે. જ્યારે અમે મેડીકલ ઓફિસરો તેમની સમકક્ષ હોવા છતાં અમને 60000 પગાર જ ચૂકવાય છે. બંને MBBSતબીબો હોવા છતાં પગાર ભથ્થામાં મોટો તફાવત છે. જેથી અમને પણ 84000 લેખે પગાર ચૂકવવામાં આવે તેમન કેન્દ્રીય NPA ચૂકવવામાં આવે છે. આ મામલે નિરાકરણ નહી લાવવામાં આવે તો તે બાદ તેઓ પોતાની કામગીરી સ્થગિત કરી દેશે.

ઉલ્લેખનીય બાબત છે કે કોન્ટ્રાક્ઝયુઅલ અને બોન્ડેડ મેડીકલ ઓફીસરો હાલમાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના દર્દીઓની રાત દિવસ સારવાર પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...