પાટણ શહેરના રહીશ વ્યક્તિને કેન્સરની બીમારીમાં થયેલા ખર્ચ અંગે ગ્રાહક સુરક્ષા કોર્ટ અમદાવાદ ખાતે કેસ ચાલી જતા કોર્ટે રૂ. 2,50,000 વીમાની ક્લેઈમ ફરિયાદની તારીખથી 6 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કરાયો હતો.
પાટણમાં પદ્મનાથ ચોકડી પાસે શ્યામ બંગ્લોઝમાં રહેતા ઠક્કર ભરતકુમાર ધ્યાનલાલને લીમ્ફોમા કેન્સરની સારવાર સારવાર પાછળ રૂ.3,50,814 ખર્ચ થયો હતો.જે અંગે સિગ્ના ટીટીકે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં વીમા ક્લેમ કરતા અસ્વીકાર કર્યો હતો.
જેથી ભરતકુમાર ઠક્કરે ગ્રાહક સુરક્ષા કોર્ટ અમદાવાદ ખાતે કેસ દાખલ કર્યો હતો જે કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જજ એચ. જે.ધોળકીયા, વાય.ટી.મહેતા અને કે.બી.ગુજરાતી સમક્ષ ચાલી જતા બંને પક્ષની રજૂઆત સાભળ્યા બાદ વકીલ દર્શક ત્રિવેદીની દલીલ ગ્રાહ્ય રાખી ભરતભાઈ ઠક્કરની ફરિયાદને આંશિક મંજૂરી આપી હતી.
જેમાં રૂ. 2.50 લાખ વળતર 9 જુલાઈ 2019 ફરિયાદની તારીખથી દર વર્ષે 6 ટકા વ્યાજ સાથે 1 માસમાં ચૂકવવા અને તેમ કરવામાં નિષ્ફળ જાય તો વાર્ષિક 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા,ઉપરાંત રૂ.10,000 માનસિક વેદના અને તણાવ માટે જ્યારે રૂ.2000 ફરિયાદ ખર્ચ ચૂકવવા હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.