ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ:પાટણ ખાતે હનુમાન જયંતિ નિમિતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્શન કરવા આવતા લોકોને ગ્રાહક સુરક્ષા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું

પાટણમાં હનુમાન જયંતિ નિમિતે ગ્રાહક સુરક્ષા વિભાગ ગાંધીનગર, જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ, તોલ માપ કચેરી અને જિલ્લા પુરવઠા કચેરીના સયુક્ત ઉપક્રમે પાટણ ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિરે પરિષદમાં ગ્રાહક જાગૃતિનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સવારથી જ હનુમાન મંદિરે દર્શન કરવા આવતા લોકોને મંદિર પરિષદમાં ગ્રાહક સુરક્ષા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જાગ્રુત ગ્રાહક મંડળના પ્રતિનિધિ રોનક મોદી દ્વારા ગ્રાહકોને ફરિયાદ ક્યાં કરવી? કઈ રીતે કરવી? કોનો સંપર્ક કરવો? અને ગ્રાહક અધિકાર કાયદો -2019 વિષે માહિતગાર કર્યાં હતા. તોલમાપ વિભાગના સહાયક અધિકારી નરેશભાઇ ઠાકોર દ્વારા પેકેજીંગ અને એક્ષ્પાયર તારીખ વિષે નિયમો વિષે માહિતગાર કર્યા હતા.

સાથે સાથે દર્શનાર્થે આવેલ ભાવી ભક્તોનેને ગ્રાહક સુરક્ષા માર્ગદર્શન હેતુ વિવિધ વિષયો પર છપાવેલ પેફ્લેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ દિવસ દરમિયાન આ પ્રસગે અંદાજીત 400થી વધુ લોકોએ દર્શનની સાથે સાથે ગ્રાહક સુરક્ષા વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. આમ જાગૃત ગ્રાહક મંડળ પાટણ દ્વારા હનુમાન જયંતિ ની ઉજવણી દર્શનાર્થે આવેલ ભાવી ભક્તોને અને ગ્રાહકોની સાથે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...