સેમીનાર:પાટણ ખાતે 'નમક ઔર સેહત' વિષય પર ગ્રાહક જાગૃતિ શિબિર-સેમીનાર યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિબિર-વર્કશોપનું આયોજન ભગીની સમાજ ખાતે કરવામાં આવ્યું

જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ (સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા સંસ્થા), ભગીની સમાજ પાટણ અને ક્ન્જ્યુંમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. અમદાવાદના સયુક્ત ઉપક્રમે એક દિવસીય નમક ઔર સેહત (મીઠું અને સ્વાસ્થ્ય) વિષય પર ગ્રાહક જાગૃતિ માટે શિબિર-વર્કશોપનું આયોજન ભગીની સમાજ, ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્મિતાબેન પટેલ, પ્રમુખ પાટણ નગર પાલીકા, વિશેષ મહેમાન એસ.વી.પટેલ, સિનીયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન કચેરી પાટણ, આર.ડી.પટેલ સિનીયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન કચેરી મેહસાણા,ઉપસ્થિત રહ્યા હતા

શિબિરના મુખ્ય વકતા તરીકે જાગ્રુત ગ્રાહક મંડળના પ્રતિનિધિ નિસર્ગ ખમાર, રોનકભાઇ મોદી, અને સી.ઈ.આર.સી. અમદાવાદ ના સીજીએમ, આંનીંદિતા મેહતા, ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર ડૉ. અશ્વિનભાઈ મોદી, સેમીનાર ના આયોજક સી.ઈ.આર.સી. ના સી.ઇ.ઓ. ઉદયભાઈ માવાણી, જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ ના મંત્રી કામિનીબેન મોદી. ભગીની સમાજના પ્રમુખ વાલીબેન પટેલ અને મંત્રી લીલાબેન સ્વામી ની ઉપસ્થિતિમાં શિબિર-વર્કશોપની શરૂઆત કરવા માં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન, શ્રીમતિ સ્મિતાબેન પટેલ, પ્રમુખ પાટણ નગર પાલીકા દ્વારા સેમીનારના વિષય ગ્રાહક જાગૃતિ નમક ઔર સેહત (મીઠું અને સ્વાસ્થ્ય) ઉપર વિગતવાર માહિતી આપી શિબિર-સેમીનારને શરૂઆત કરી હતી. જાગ્રુત ગ્રાહક મંડળ પાટણના મંત્રી કામિનીબેન મોદી દ્વારા મેહમાનોનું સ્વાગત અને સેમીનારની રૂપરેખા વિષે પ્રવચન આપ્યું હતું. વિશેષ મહેમાન એસ.વી.પટેલ અને આર.ડી.પટેલ દ્વારા ગ્રાહક જાગૃતિ માટે ખરીદેલ પ્રોડક્ટની એમ.આર.પી. પેકેજીંગ તારીખ, ઉપયોગમાં આવેલઘટકો(ingredients) અને આયોડીનયુક્ત મીઠા વિષે સમજણ આપી હતી.

મુખ્ય નિષ્ણાત તરીકે સી.ઈ.આર.સી. અમદાવાદ ના સીજીએમ, શ્રીમતી આંનીંદિતા મેહતા દ્વારા ઓનલાઈન માધ્યમ થી જોડાઇને આયોડીનયુક્ત મીઠું સ્વાસ્થ્ય માટે મહત્વનું છે તેના વિષે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી ખૂબ અગત્યની માહિતી પુરી પાડી હતી.

અન્ય મુખ્ય નિષ્ણાત તરીકે જાગ્રુત ગ્રાહક મંડળ ના પ્રતિનિધિ નિસર્ગ ખમાર અને રોનકભાઇ મોદી દ્વારા આયોડીનયુક્ત મીઠા વિષે પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મીઠા નો કરેલ પરીક્ષણ સર્વે વિષે વિગતવાર માહિતી આપી હતી. ડો. લીલાબેન સ્વામી એ સૌ ઉપસ્થિત મહેમાનો અને શિબિરાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો.

જેમાં પાટણ શહેરની મીઠાનો કરેલ પરીક્ષણ સર્વેમાં ભાગ લેનાર મહિલાઓ, વડીલો અને વિદ્યાથીઓ ને નમક ઔર સેહત (મીઠું અને સ્વાસ્થ્ય) વિષય પર ગ્રાહક જાગૃતિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં સરકાર ની ગાઈડલાઈન્સ મુજબ માસ્ક, સોશિયલ અંતર અને સેનેટાઈઝ સાથે માર્યાદિત સંખ્યા માં હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...