તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Construction Of STP Plant Solar At A Cost Of Rs 1.92 Crore In Patan Will Reduce The Burden Of Electricity Bill Of Rs 3.50 Lakh Per Month.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:પાટણમાં 1.92 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સોલાર બનાવતાં પાલિકાને દર મહિને 3.50 લાખના વીજબીલનું ભારણ ઘટશે

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઇન ખાતમુહૂર્ત કરાયું - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઇન ખાતમુહૂર્ત કરાયું
 • મુખ્યમંત્રી દ્વારા ઓનલાઇન એસટીપી સૌરઉર્જા સંચાલિત વીજ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

પાટણમાં મખાણીયા પરામાં આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 1 કરોડ 92 હજારના ખર્ચે નવીન બનાવનાર સૌરઉર્જા સંચાલિત વીજ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઇન ખાતમુહૂર્ત કરી પાલિકાને વીજબિલનું ભારણ ઘટે અને સૌર ઉર્જામાંથી આવક થાય તે માટે પ્રયાસ કરવાં અપીલ કરી હતી. પાટણ પાલિકા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(એસટીપી)નું સંચાલન હાલમાં વીજળી દ્વારા થાય છે.જેનું દર મહિને 3.50 લાખ જેટલું વીજબીલ આવી રહ્યું છે.ત્યારે સરકાર દ્વારા પાલિકામાં વીજબિલનું ભારણ ઓછું થાય અને વીજળીની બચત થાય તેવા હેતુથી સરકાર દ્વારા એસટીપી પ્લાટ સૌર ઉર્જા સંચાલિત વીજ પ્લાન્ટ મંજુર કર્યો હતો

.જેનું ખાતમુહૂર્ત કાર્યક્રમ પાલિકાના નવીન ભવનમાં સભાખંડમાં મંગળવારે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઇન ખાતમુહૂર્ત કરાયું હતુ. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું રાજ્યના નગરોને શુદ્ધ પાણી મળે ઉપરાંત નળ સે જળ સ્વપ્ન સાકાર થાય માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના નવીન કામો મંજુર કર્યા છે.ત્યારે હવે આગામી સમયમાં પાલિકાઓ પર પડેલા વીજભારણને હળવું કરવા માટે સૌર ઉર્જા પોલિસી બહાર પાડી છે.

જેમાં પાલિકા પોતે સૌર ઉર્જા ઉત્ત્પન્ન કરી જરૂર હોય તેટલો વપરાશ કરી બચત થતી વીજળી સરકાર ખરીદી લેશે.જેથી દરેક પાલિકાઓને સૌર ઉર્જા પ્લાન્ટ મારફતે વીજળી ઉત્ત્પન્ન કરી વીજબિલનું ભારણ ઘટાડી ઉપરથી આવક મેળવી પાલિકાને પગભર બનાવવા પ્રયાસ કરાય તેવી દરેક પાલિકાના અધિકારીઓને અપીલ કરી હતી.

3 બાય 6 ફૂટની 685 સોલાર પ્લેટ નાખવામાં આવશે
ચીફ ઓફિસર પાચાભાઈ માળીએ જણાવ્યું કે 100.92 લાખના ખર્ચે 225 કિલોવોટનો પ્લાન્ટ નાખવામાં આવશે. જેમાં 3 બાય 6 ફૂટની 685 સોલાર પ્લેટ નાખવામાં આવશે.અંદાજે દોઢ માસમાં પ્લાન્ટ તૈયાર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો