અનેક રજૂઆતો પછી તંત્ર સક્રિય:પાટણમાં નીલમ સિનેમાથી સાગોટાની શેરી સુધીનો નવો રસ્તો બનાવવાનું કાર્ય શરૂ, સ્થાનિકોને રાહત

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના જૂનાગંજના નાકા પાસે નીલમ સિનેમાથી સાગોટાની પહેલી શેરી સુધી નવો રસ્તો બનાવવા બાબતે વિસ્તારના રહીશો દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા બુધવારે ઉપરોક્ત માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી વિસ્તારના રહીશોને રાહત થઈ છે.

છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના માર્ગને લઈને રહીશો પરેશાની ભોગવી રહ્યા હતા. ત્યાં રહેતા લોકો, માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીનું નિવારણ લાવવા પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી નવીન માર્ગની આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...