આયોજન:જિલ્લાના 480 ગામોમાં સંવિધાન શક્તિ યુગ દિવસની ઉજવણી થશે

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 નવેમ્બરે સંવિધાન શક્તિ યુગ દિવસની ઊજવણી કરવા નવસર્જન ટ્રસ્ટ દ્વારા આયોજન

પાટણ જિલ્લાના ગામોમાં 26 નવેમ્બરે સંવિધાન શક્તિ યુગ દિવસ તરીકે ઊજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણી કરવા માટે ઉત્સાહિત યુવાનો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સમગ્ર દેશના ગામોમાં સંવિધાન શક્તિ યુગ દિવસની ઉજવણી કરવા માટેનું નવસર્જન ટ્રસ્ટ દ્વારા આયોજન કર્યું છે ત્યારે પાટણ જિલ્લાના 9 તાલુકાના 480 ગામો સહિત શહેરોની સોસાયટીઓ અને મહોલ્લામાં પણ આ કાર્યક્રમ થાય તે માટે હારિજ ખાતે આંબેડકર છાત્રાલયના હોલમાં 50થી વધારે ગામોના 200થી વધારે યુવાનો વડીલો અને બહેનોની એક મીટીંગ મળી હતી.

જેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના કાર્યો વિષે માહિતી આપી હતી તેમજ સંવિધાન શક્તિ યુગ દિવસની ઉજવણી નિમિત્તે જાણકારી આપી હતી સાથે પોસ્ટર પણ આપવામાં આવ્યા હતા. અને 26 નવેમ્બરની સાંજે 7:00 સામૂહિક રીતે તમામ લોકો દીપ પ્રગટાવી ઉજવણી કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે 6 ડિસેમ્બરના રોજ નાનીદેવતી દલિત શક્તિ કેન્દ્ર ખાતે ગુજરાતના 1000થી વધારે યુવાનો બ્લડ ડોનેટ કરી રક્ત યાત્રામાં જોડાય તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું. સંવિધાન શક્તિ યુગ દિવસની ઉજવણીની ગામેગામ મીટીંગ કરવામાં આવી રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યાં છે હારિજ તાલુકાના દુનાવાડા ગામે પણ સંવિધાન શક્તિ યુગ દિવસની ઉજવણી માટે જય ભીમ યુવા સંગઠનના સભ્યો સાથે મિટિંગ મળી હતી. તેવું નવસર્જન ટ્રસ્ટના કાર્યકર નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...