ઉજવણી:પાટણની સરકારી ઈજનેરી કોલજ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઇ

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારી ઇજનેરી કોલેજ પાટણમાં કાર્યરત એન.એસ.એસ યુનિટ દ્વારા આઝાદી કા અમૃત મહત્સવ અંતર્ગત બંધારણીય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ માં સંસ્થાના આચાર્ય, કોલેજ ના પ્રોફેસર ગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોલેજના પ્રોફેસર એસ.જી.પ્રજાપતિ સર દ્વારા વિદ્યાર્થીઓને ભારતના બંધારણ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ માહિતી વિદ્યાર્થીઓએ અને પ્રોફેસરઓએ પોતાની રૂચિ ધરાવી ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમજ કાર્યક્રમ માં શપત ગ્રહણ અને ક્વિઝ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમને ખુબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...