તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત સમીમાં કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન, પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહારો કર્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમી મામલતદાર કચેરીની બાજુમાં ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
  • ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે: પરેશ ધાનાણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત સોમવારના રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતીમાં સમી મામલતદાર કચેરીની બાજુમાં ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ મોઘવારીના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં હતા. આ ઉપરાંત તેમણે સરકરાને મોંધવારી, બેકારી, અસામાજિક પ્રવૃત્તિઓ, ખેડૂતોની પાયમાલી, મહિલાઓની સુરક્ષા સહિતની બાબતે સંપૂર્ણ ફેલ હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રભારી ગજેદ્રસિંહ રહેવર, રામજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકર ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ, ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ સેવાદળ જોઈન્ટ સેક્રેટરી કુંપાજી ઝાલા, પ્રદેશ ડેલીકેટ બલભદ્રસિંહ જાડેજા, ડો.ભગવાનભાઈ પટેલ, પાશા નાડોદા, NSUI પાટણ જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર, SC.સેલ જિલ્લા પ્રમુખ હસુ સેક્સેના. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ભાવેશ ગોઠી, ભરત ચાવડા,રમેશ ઠાકોર, જીવા ખેર,ભાવેશ વોઠેર અને મહાસુખ ઠાકોર સહિત વઠીયાર વિસ્તાર અને જિલ્લા-તાલુકાના સદસ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...