• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Congress Protests In Patan Over Inflation, 'business And Industry Are At A Standstill, Government Recruitment Is Also Closed'

કોંગ્રેસ લડી લેવાના મૂડમાં:'ધંધા ઉદ્યોગ તો છે ઠપ, સરકારી ભરતી પણ છે બંધ'- મોંઘવારી મુદ્દે પાટણમાં કોંગ્રેસનો વિરોધ

પાટણ7 દિવસ પહેલા
  • આ પ્રદર્શનમાં જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકરો જોડાયા

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગી કાર્યકરોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શનમાં જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસ કાર્યાલય નજીક ધરણાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અગ્રણી જગદીશ ઠાકોર આદેશ અનુસાર વર્તમાન ભાજપ સરકારના શાસનમાં જીએસટી, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને મોંઘવારીના મુદ્દે રાજ્ય વ્યાપી પ્રતીક ધારણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે પાટણ સિદ્ધપુર ચોકડી પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતીમાં પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો અને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી, અશ્વિન પટેલ, ભરત ભાટિયા, ભૂરાભાઈ સૈયદ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...