• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Congress MLA Kirit Patel Said, "There Is No Harm To The Party From The Departure Of A Single Person. The Party Is Big And Not A Man."

હાર્દિકના રાજીનામા અંગે પ્રતિક્રિયા:'કોઈ એક વ્યક્તિના જવાથી પાર્ટીને કોઈ નુકસાન નથી, પાર્ટી મોટી છે, માણસ નહીં': કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ

પાટણએક મહિનો પહેલા
  • કોંગ્રેસ આઝાદી પહેલાંની પાર્ટી છે, જેમાં લાખો-કરોડો કાર્યકરો છે: ધારાસભ્ય કિરીટ પટેલ

છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આ બાબતે પાટણના કોંગ્રી ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે, 'કોઈ એક વ્યક્તિના જવાથી પાર્ટીને કોઈ નુકસાન થઈ શકતું નથી, પાર્ટી મોટી છે માણસ નહીં.'

પાર્ટી મોટી હોય છે માણસ નહીં: કિરીટ પટેલ
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકના રાજીનામા બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ પાર્ટી દ્વારા સન્માન ન મળતું હોવાની રાવ સાથે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે આજે રાજીનામું આપ્યું હોવાની મને જાણ થઇ છે. હાર્દિકથી કોંગ્રેસને કેટલું નુકસાન અંગે ધારાસભ્યને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ એક વ્યક્તિ સાથે સમગ્ર સમાજ જોડાયેલો હોતો નથી. વ્યક્તિની પોતાની ઈચ્છા પ્રમાણે રાજકારણમાં આવે છે અને પાર્ટી બદલતા હોય છે. જેને લઇ પાર્ટીઓને નુકશાન થતું નથી, પાર્ટી મોટી હોય છે માણસ નહીં અને કોંગ્રેસ આઝાદી પહેલાંની પાર્ટી છે. જેમાં લાખો-કરોડો કાર્યકરો છે.

રવિવારે હાર્દિકે કોંગ્રેસથી નારાજગીની વાત કરી હતી ​​​
ખોડલધામમાં રવિવારે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે. આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે. આ નિવેદન બાદ આજે હાર્દિકે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

​​​​​​હાર્દિકની કોંગ્રેસ છોડવાની વાત વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ તેના એક સમયના સાથી વરુણ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, @BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જોતાં કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી!

અન્ય સમાચારો પણ છે...