જન્મ જયંતિ:ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મદિવસ નિમિત્તે રાધનપુરમાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ કાર્યકરોને માર્ગદર્શન અપાયુ

રાધનપુરમાં રેડક્રોસ હોલ ખાતે રવિવારે રાધનપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને કાર્યકરોને બુથવાઈજ કેવી રીતે આયોજન કરવું એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પક્ષમાં સક્રિય સભ્યનોંધણી ઝડપી બનાવવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રઘુ દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ રાજુ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકર ઠાકોર, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અશ્વિન પટેલ, રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીર ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.વિષ્ણુ ઝુલા, પાલિકા પ્રમુખ મહેશ અદા, ઉપપ્રમુખ કાનજી પરમાર, મહેશ મુલાણી, નવીન પટેલ, પાલિકાના કોર્પોરેટરો, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...