કૃષિ કાયદાઓ પરત ખેંચવાના નિર્ણયને આવકાર્યો:પાટણમાં કોંગ્રેસે ફટાકડા ફોડી કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવ્યો, મોટી સંખ્યામાં કાર્યકરોએ એકઠા થઈ ઉજવણી કરી

પાટણ2 મહિનો પહેલા

ખેડૂતો માટેના ત્રણ કાયદાઓનો દેશમાં કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ અને વિવિધ ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો હતોકોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા પાસે ફટાકડા ફોડી આતશબાજી કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. જેને લઈ દેશભરમાં ખેડૂતો ખુશી મનાવી રહ્યા છે. ત્યારે પાટણમાં પણ કોંગ્રેસે ફટાકડા ફોડી કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કાયદાઓનો ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આ કાયદાઓને સરકારે પરત ખેંચતા કોંગ્રેસ દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે ફટાકડા ફોડી આતશબાજી કરી આ નિર્ણયને વધાવી લીધો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ખેડૂતો માટેના ત્રણ કાયદાઓનો સમગ્ર દેશમાં કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ કાયદા પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. આ કાયદાઓ ખેડૂત વિરોધી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે શુક્રવારે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પરત ખેંચ્યાં છે.

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે સરકાર ડરીને કાયદા પાછા ખેંચ્યા હોવાનું મનાઈ રહ્યુ છે. તેથી ખેડૂતોની જીત થઈ હોવાથી પાટણ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડીને આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા સહિત કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...