• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Congress Corporator And City Congress Committee President Bharat Bhatia Expressed Outrage Over The Problem Of Underground Sewers In Patan.

સમસ્યા:પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યાને લઇને કોંગ્રેસના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભરત ભાટીયાએ રોષ વ્યક્ત કર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુભાષચોકથી રેલવેના પ્રથમ ગરનાળા વિસ્તારમાં દુષિત પાણી માર્ગો પર ફરી વળ્યા

પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યાને કારણે નગરજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાંરવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્યમાં મળે છે. સ્થાનિકોની સમસ્યાને લઇને પાટણ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભરત ભાટીયાએ નગરપાલિકાની નબળી કામગીરીને લઇને રોષ વ્યક્ત કર્યો છે.

ભરત ભાટીયાએ જણાવ્યું હતુ કે, પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સદંતર નિષ્ફળ નિવડી છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર જોવા મળતી ગંદકી, વારંવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટરો, રખડતાં ઢોરો સહિતના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવતું ન હોય જેના કારણે શહેરીજનો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે.

ગુરુવારના રોજ શહેરના સુભાષચોકથી રેલવેના પ્રથમ ગરનાળા વિસ્તારમાં ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરનાં કારણે દુષિત પાણી માગૉ પર રેલાતા રોગ ચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી હોવાની સાથે શહેરના સરદાર કોમ્પલેક્ષમાં પણ ધણા સમયથી સજૉયેલી ભૂગર્ભ ગટરની સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવ્યો ન હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

રેલવે ગરનાળા નજીકનાં પમ્પીગ સ્ટેશનની મોટર ગુરૂવારના રોજ અગમ્ય કારણોસર બળી જતાં આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાવાની સમસ્યા સજૉઈ હોય પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મોટરનું રિપેરીગ કામ હાથ ધરી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું હોવાનું ભૂગર્ભ શાખાના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...