ચૂંટણી પ્રચાર:ચાણસ્મા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે તારાનગરમાં જંગી જાહેર સભાને સંબોધી

પાટણ15 દિવસ પહેલા

ચાણસ્મા વિધાનસભા ના ઉમેદવાર દિનેશજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે ગતરોજ દિનેશજી ઠાકોરે વિધાનસભા વિસ્તારના તારાનગરમાં જંગી જાહેર સભા ને સંબોધિત કરી આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. ત્યારે આ વિસ્તારના વિકાસમાં સહભાગી બનવા અને કોંગ્રેસ ને વિજય બનાવવા આહવાન કર્યું હતું.

તારાનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોરની જંગી જાહેર સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ અને આગેવાનો ભાજપનો કેસરિયો છોડી કોંગ્રેસના પંજા ને પકડતા વિધાનસભાના ઉમેદવાર દિનેશજી ઠાકોરે તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતીથી વિજય બને તે માટે કામે લાગી જવા અપીલ કરી હતી.

ચાણસ્મા વિધાનસભાના તારાનગર ખાતે આયોજિત જંગી જાહેર સભામાં ચાણસ્મા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો તેમજ સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિનેશજી ઠાકોર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...