સિદ્ધપુર વિધાનસભા કોગ્રેસ ના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા જાહેર સભા યોજી ત્યાર બાદ ખુલ્લી જીપ માં સવાર થઈ લોકો નું અભિવાદન ઝીલતા ઝીલતા ફોર્મ ભરવા માટે ગયા હતા.સિધ્ધપુર હાઈવે રોડ પર આવેલ હાલા સરોવર ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી .
જ્યારે આ સભામાં પાટણના ઉમેદવાર કિરીટભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહી સભાને ગજવી હતી જ્યારે બાઈક રેલી ના સ્વરૂપે ખુલ્લી જીપમાં સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.સાથે પાટણ ઉમેદવાર કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ચંદનજી ઠાકોરે સિદ્ધપુર સીટ ઉપરથી જંગી બહુમતીથી જીતવાની હાકલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.