દાન:વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો ખિતાબ હાંસલ કરનાર પાટણના સંત દોલતરામ બાપુનાં આશ્રમને રુ 11 લાખનુ દાન કરવાની કોંગ્રેસે ઘોષણા કરી

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો પહેલાં નોરતા ગામના સંત દોલતરામ બાપુને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો ખિતાબ મળ્યો હતો
  • શુક્રવારે સાંજે કોંગ્રેસના આગેવાનોએ બાપુના આશિવાર્દ મેળવ્યા

પાટણના નોરતા ગામનાં સંત નરભેરામ આશ્રમ ખાતેના સંત દોલતરામ બાપુને કોરોના મહામારીમાં કરાયેલી નિસ્વાર્થ લોક સેવાઓની સાથે સાથે દરેક સમાજમાં વ્યસનમુક્તિ જેવા સેવાકીય કાર્યોને લઇ લંડનની સંસ્થા દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપી તેઓનું સન્માન કરવામા આવ્યું હતું, જે બાબતને લઈને શુક્રવારના મોડી સાંજે પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરની આગેવાની હેઠળ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો અને આગેવાનોએ આશ્રમની મુલાકાત લીધી હતી અને રૂપિયા 11 લાખનું દાન કરવાની ઘોષણા કરી હતી.

સંતદોલતરામ બાપુનાં આશિર્વાદ મેળવવા કોંગ્રેસનાં તમામ ધારાસભ્યો, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો સહિત કાયૅકરોએ નોરતા નરભેરામ આશ્રમ ખાતે પધારી સંત દોલતરામ બાપુનાં આશિર્વાદ મેળવી તેઓની સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે કાર્યરત રહે તેવી ઉમદા ભાવના સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો,ઉતર ગુજરાત નાં ધારાસભ્યો સહિતના કોંગ્રેસી ઓના સહકારથી રૂ:-11 લાખ 11 અગિયાર હજાર એક સો અગિયારનું દાન બાપુને અપૅણ કરવાની ઘોષણા કરવામાં આવતાં ઉપસ્થિત સૌ કોઈએ આ ધોષણાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.