આક્ષેપ:પાટણમાં મતદારયાદીમાં મૃતકોના નામ કમી ન કરાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ મતદાન ન થાય માટે યાદીની ચકાસણી કરી વિગતો જાહેર કરાશે

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા 5મી સપ્ટેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીના બુથ સ્તરના કાર્યકર સંમેલન અનુલક્ષી શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કરવામાં આવી હતી. જેમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં બોગસ મતદાન ન થાય તે માટે આ વર્ષે બુથ મેનેજમેન્ટની કામગીરી અંગે આયોજનની માહિતી આપીને વિધાનસભા ચૂંટણીની તૈયાર થઈ રહેલ મતદાર યાદીમાં મૃત્યુ પામેલા લોકોના નામ કમી ન કર્યા હોવાની આશંકા સાથે ગેરરીતિ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ બાબતે સમગ્ર તપાસ કરી વિગતો જાહેર કરાશે તેવી ચીમકી આપી હતી.

ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીની બની રહેલ મતદાર યાદીમાં શહેરના એક બૂથની યાદીમાં મૃત્યુ પામેલા 45થી વધુ લોકોના નામ તેમજ 70 થી 80 લોકો જે હાલમાં પાટણમાં વસવાટ કરતા નથી અને અન્ય સ્થળે રહેવા માટે ગયા છે તેવા નામો મતદારયાદીમાંથી કમી કર્યા નથી તેવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે.

જેથી કોંગ્રેસ દ્વારા હવે સુધારણા મતદાર યાદી સત્તાવાર જાહેરાત થયા બાદ યાદીની ચકાસણી કરાશે. અને બુથ લેવલથી કોંગ્રેસની બુથ લેવલની કમિટી દ્વારા તેની તપાસ કરીને સમગ્ર વિગતો મેળવીને મીડિયા સમક્ષ જાહેર કરાશે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં બોગસ મતદાન ના થાય માટેથી આયોજન પૂર્વક બુથ મેનેજમેન્ટની કામગીરી કરાશે.

આ કામગીરી કોંગ્રેસના બુથ કમિટીના સક્ષમ કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા જ કરાશે. કંઈ કામગીરી કોણ કરશે જેનું સમગ્ર આયોજન કરાશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, જી.પં.વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ, શહેર પ્રમુખ ભરત ભાટીયા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...