તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાબરા નજીક વાહનની ટક્કરે ટ્રકનું ટાયર ચેક કરી રહેલા કંડક્ટરનું મોત

પાટણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ટ્રક ગરમ થતાં રોડની સાઈડ પર ઉભી રાખી ચાલક કુદરતી હાજતે ગયો હતો
 • નજર સમક્ષ અકસ્માત જોઈ ગભરાયેલો ટ્રક ચાલક તેના ગામ રવાપર દોડી ગયો

સાંતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા નજીક ટ્રક રોડની સાઇડે ઉભી કરી નીચે ટાયર ચેક કરતા હતા તે વખતે અજાણ્યા વાહન ચાલકે કંડકટરને અકસ્માત અડફેટે લીધો હતો. અકસ્માતની સમગ્ર ઘટના જોઇને ગભરાઇ ગયેલો ડ્રાઇવર રવાપર ગામે નાશી છૂટ્યા બાદમાં સમગ્ર ઘટનાની જાણ ગાડી માલીક કરી હતી. અા અંગે ડ્રાઇવરે સાંતલપુર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ નોંધાઇ હતી.

નખત્રાણા તાલુકાના રવાપર ગામે રહેતા અભુભાઇ ઇશાકભાઇ ભરજી તેમની ટ્રક જીજે 12 અે.ઝેટ. 8876 લઇને મંગળવારે બપોરે કંડકટર ફકીર મામદ જાકરીયા લુહાર રહે.રવાપર સાથે હારીજ ખાતેથી ગાયનો ચારો ભરીને અાદીપુર ખાતે ગૌશાળામાં ખાલી કરવા નીકળેલ હતા, તે દરમ્યાન રાધનપુર વારાહી થઇને સાંતલપુર અાવી રહ્યા હતા તે દરમ્યાન બપોરના અાશરે ચારેક વાગ્યાના સુમારે બાબરા ગામના પાટીયા અાગળ સાંતલપુર તરફ અાવેલ હીંગળાજ માતાના મંદિર સામે ટ્રક ગરમ થઈ જતાં રોડની સાઇડમાં ગાડી ઉભી રાખી હતી.

કંડકટર ફકીર મહમદ નીચે ઉતરી ગાડીના ટાયર ચેક કરી રહ્યો હતો અને ડ્રાઇવર અભુભાઇ કુદરતી હાજતે ગયા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે કંડકટરને ટક્કર મારી નાશી છૂટ્યો હતો. ઘટના અંગે ડ્રાઇવરે ગાડી માલીકને જાણ કર્યા બાદ ડ્રાઇવરે સાંતલપુર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતાં તપાસ પીઅેસઅાઇ જે.અાર. શુકલાએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો