બેઠકમાં નિર્ણય:પાટણ જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ ઉપકરની ગ્રાંટમાંથી 19 શાળામાં કોમ્પ્યુટર લેબ બનાવાશે

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો

પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બેઠકમાં પાટણ જિલ્લામાં શિક્ષણ ઉપકરની 5% પ્રમાણેની જે રકમ જિલ્લા પંચાયતને મળે છે તેમાંથી જિલ્લાની 19 શાળામાં કોમ્પ્યુટર લેબ બનાવાશે. સ્થાયી વિકાસ કામો માટે તે ગ્રાન્ટનો ઉપયોગ કરવા બાબતે પાટણ, ચાણસ્મા, હારિજ અને રાધનપુર નગરપાલિકા વિસ્તારની જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવા માટે શિક્ષણ ઉપકરની ગ્રાન્ટનો ઉપયોગ કરવા બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લામાં જે પ્રાથમિક શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં હોય તે બાબતે આવેલ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ડેડસ્ટોકના નિકાલ માટે પણ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું.

શિક્ષણ સમિતિની બેઠકમાં પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતને અનુલક્ષીને શાળાઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરાયા બાદ ઓનલાઇન શિક્ષણમાં વધુને વધુ બાળકો જોડાય અને બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે બાબતે અને અન્ય શૈક્ષણિક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લામાં જ્યાં પણ બળકોને સ્કુલમાં બેસવાની જગ્યા ન હોય અને ખુલ્લામાં બેસાડવા પડતા હોય તો આવી શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં શિક્ષણ સમિતિના ચેરમેન મેતુબેન મહિપતસિંહ રાજપુત, સભ્ય સચિવ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બીપીનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઇ નાડોદા તેમજ શિક્ષણ સમિતિના સભ્યો નિકિતાબેન એમ. પરમાર , આશાબેન વી. ઠાકોર, હરિભાઈ વી. રથવી, બાબુજી ઠાકોર, કેશાજી ઠાકોર તેમજ શિક્ષણ સમિતિનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...