તાલિબાની સજા મામલે પોલીસ હરકતમાં:હારિજ વાદી વસાહતમાં કિશોરીના મુંડન-બાળલગ્ન મુદ્દે પિતા સહિત 35 સામે,યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો

પાટણ16 દિવસ પહેલા
  • સગીરાના બાળ લગ્ન કરાવવામાં આવતા બાળ લગ્ન અંગે પણ પોલીસ ફરિયાદ
  • યુવતી સગીર વયની હોવાથી તેને ભગાડી તેની સાથે શરીર સબંધ બાંધનારા યુવક સામે પણ સગીરાએ ફરિયાદ નોંધાવી
  • ​​​​​​​23 લોકોની અટકાયત, કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં સબજેલમાં મોકલાયા

પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો હતો. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. આ મામલે પોલીસ હરકતમાં આવી છે. સગીરાને આકરી સજા આપનારા કિશોર સહિત 36 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી જેમાં કિશોર સહિત 23 આરોપીઓને આજે જ ઝડપી લેવામાં આવ્યાં હતા. ત્યારબાદ તમામને હારીજ કોર્ટે કોર્ટમાં રજૂ કર્યા હતાં. જોકે, કોર્ટે તમામ આરોપીઓના જામીન ના મંજૂર કરતાં તમામ 22 આરોપીઓને સબજેલમાં ધકેલાયા છે. જ્યારે કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો છે.

આ પણ વાંચોઃ હારીજમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાનું મોઢું કાળું કરાયું
ભગાડી જનારા યુવક સામે પણ ફરિયાદ

આ ઘટનાને લઈ સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ ગામલોકો વિરૂદ્ધ તેમજ યુવતી સગીર વયની હોવાથી તેને ભગાડી જનારા યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગ્રામલોકો દ્વારા સગીરાના બાળ લગ્ન કરાવવામાં આવતા તેની પણ ફરિયાદ નોંધાઈ છે જ્યારે યુવતી સગીર હોવા છતા તેને ભગાડી જનારા યુવકે તેની સાથે શરીર સબંધ બાંધતા તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

સજા અપાવવામાં સગીરાના પિતા પણ સામેલ હતા
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તે યુવતી સગીરવયની છે અને તેને નજીકમાં રહેતો વિપુલ બળવંત ફુવલાદી પ્રેમ સબંધમાં ભગાડી ગયો હતો. જેથી મનદુઃખ રાખી ગામલોકોએ સામાજીક રીતે સજા આપવાનું નક્કી કર્યુ હતું. સજા અપાવવામાં સગીરાના પિતા પણ સામેલ હતા તેમજ તમામ આગેવાનોએ મંડળી રચી સગીરાને તેમજ વિપુલ ફુલવાદીને ગામમાં ચોકમાં ભેગા કર્યા હતા.

સગીરાના માથાના વાળ કાપી નાખ્યાં
સગીરાના બનેવી તળશી ફુલવાદીએ સગીરાને બળજબરી પૂર્વક નીચે જમીન ઉપર બેસાડી હતી અને સગીરાના બનેવી ઉપરાંત બાબુ ફુલવાડી, ત્રિવભોવન ફુલવાડી, રમેશ ફુલવાડી હલામણ ફુલવાદીએ કાતરથી સગીરાના માથાના વાળ કાપી નાખ્યાં હતા. તેમજ અરવિંદ ફુલવાદી અને ભલા ફુલવાડીએ સગીરાને કોથળો પહેરાવ્યો હતો. આ ઉપરાંત બાબુ લાલજી ફુલવાદીએ સગીરાનું કાળું મોઢું કર્યુ હતું. તેમજ બાકીના લોકોએ ચીચારીયાઓએ કરી ઉશ્કેરણી કરી સગીરા અને વિપુલનું ગામમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓએ યુવતી સગીરવયની હોવા છતા આત્મારામ ફુલવાદી સાથે બાળ લગ્ન કરાવી ગુનો કર્યો હતો.

દિવાળીના બે દિવસ અગાઉ ડાકોર ગયા હતા
સગીરાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારી સગાઈ અમારા ગામના અને હાલ મહેસાણા ખાતે મજૂરી કરતાં એક વ્યક્તિ સાથે થઈ છે. ત્યારે મને અમારા ગામમાં રહેતા વિપુલ બળવંત ફુલવાદી સાથે દોઢેક વર્ષથી પ્રેમ સબંધ થયો હતો. જેથી અને બન્ને જણા દિવાળીના બે દિવસ અગાઉ રાત્રે ઘરેથી નીકળી ડાકોર ખાતે ગયા હતા. ત્યાથી અમોને અમારા સમાજના લોકોએ પકડી હારીજ વાદી વસાહત ખાતે લઈ આવ્યાં હતા.

વાળ કાપી કંતાનનો કોથળો પહેરાવ્યો
અમે બન્ને પ્રેમ સબંધમાં ભાગી ગયા હોવાથી અમારા સમાજના આગેવાન પોપટ ફુલવાદી, મશરૂ ફુલવાદી, ઢોલા ફુલવાદી, જામફળ ફુલવાદી, કનુ ફુલવાદી, સમજુ ફુલવાદી તમામે ભેગા મળી અમોને સમાજની રીતે સજા આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે 10-11ના રોજ સાંજે મને તેમજ વિપુલ બન્ને ગામમાં ચોકમાં લઈ ગયા હતા. ગામના ચોકમાં ઉપરોક્ત જણાવેલા તમામ લોકો તેમજ અન્ય લોકો હાજર હતા.

સગીરા અને પ્રેમીનું ગામમાં ફુલેકૂ ફેરવાયું
ઉપરોક્ત જણાવેલા લોકોએ ગ્રામ લોકોને જણાવ્યું કે, આ લોકોએ પ્રેમ સંબંધમાં ભાગી ગયા હતા જેથી આપણે તેને સજા આપવાની છે. ત્યારબાદ મારા બનેવીએ મને બળજબરીથી પકડી નીચે બેસાડી દીધી હતી. તેમજ અન્ય લોકોએ હાથમાં કાતર લઈ બળજબરી પુર્વક મારા વાળ કાપી નાખ્યા હતા અને કંતાનનો કોથળો મને પહેરાવ્યો હતો. ત્યારબાદ મારૂ મોઢું કાળુ કરવામાં આવ્યું હતું. જે બાદ એક માટીનું માટલું ફોડી તેમાં અંગારા ભરી માટલું મારા માથના ભાગે રાખી મારા પર અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ વિપુલ અને મને અમને ગામમાં ફેરવવામાં આવ્યાં હતા.

ગામમાં ફુલેકૂ કાઢ્યાં બાદ બાળલગ્ન કરાવ્યા
ગામમાં અમારૂ ફુલેકૂ કાઢ્યાં બાદ ગામમાં મારી જેની સાથે સગાઈ થઈ હતી તેના ઘરે લઈ જઈ સમાજના રીતી રીવાજ મુજબ મારા લગ્ન કરાવવામાં આવ્યાં હતા. મારી સગાઈ જેની સાથે થઈ હતી તેઓ મહેસાણા રહેતા હોવાથી મને ત્યા મુકી ગયા હતા. આ અંગે સગીરાએ ઉપરોક્ત તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ સગીરાએ વિપુલ ફુલવાડી ભગાડી ગયો હોવાથી અને તેની સાથે શરીર સબંધ બાધ્યો હોવાથી તેના વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સગીરાએ વિપુલ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે દિવાળીના બે દિવસ અગાઉ રાત્રે ઘરેથી ભાગી ગયા હતા અને અમે ડાકોર ખાતે ગયા હતા. જ્યાં ધર્મશાળામાં અમે રોકાયા હતા. જ્યા વિપુલે મારી સાથે શરીર સબંધ બાધ્યો હતો. જ્યારબાદ ગામના લોકોએ અમને પકડી પાડ્યા હતા અને ગામમાં વિપુલના વાળ કાપી અને તેનું પણ મોઢુ કાળુ કર્યુ હતું.

પિતા-બનેવી સહિત 35 શખ્સો સામે ફરિયાદ

  • સમજુભાઈ અજુભાઈ ફુલવાદી -પિતા
  • અમરત નાનજીભાઈ ફુલવાદી - સસરા
  • તળશી વરવા ભાઈ ફુલવાદી - બનેવી
  • આત્મારામ અમરતભાઈ ફુલવાદી - સગાઈ કરેલ યુવક
  • બળવંત ચેતનભાઇ ફુલવાદી- યુવતીને ભગાડનાર વિપુલના પિતા
  • પોપટ ગીગાભાઈ ફુલવાદી - સમાજ અગ્રણી
  • મશરૂ ભલાભાઈ ફુલવાદી - સમાજ અગ્રણી
  • ઢોલા પોપટભાઇ ફુલવાદી - સમાજ અગ્રણી
  • જામફળ જોરાભાઈ ફુલવાદી -સમાજ અગ્રણી
  • કનુભાઈ કાળુભાઈ ફુલવાદી - સમાજ અગ્રણી
  • અમથા દેવજીભાઈ ફુલવાદી
  • પ્રવીણભાઈ મશરૂભાઈ ફુલવાદી
  • નરેશભાઈ વિહાભાઇ ફુલવાદી
  • મીરખાન બેચરભાઈ ફુલવાદી
  • ઇશ્વરભાઇ જીવણભાઈ ફુલવાદી
  • બાબુભાઈ મનજીભાઈ ફુલવાદી
  • બાબુભાઈ રવાભાઈ ફુલવાદી
  • સોમાભાઈ કેસરભાઈ ફુલવાદી
  • સમજુભાઈ વરવાભાઈ ફુલવાદી
  • બાબુભાઈ સોનાભાઈ ફુલવાદી
  • શંકરભાઈ અમરાભાઇ ફુલવાદી
  • મુન્નાભાઈ જોષીભાઈ ફુલવાદી
  • ઠાકોરભાઈ જયંતીભાઈ ફુલવાદી
  • મેરૂભાઈ બાબુભાઈ ફુલવાદી
  • વજીર અજુભાઈ ફુલવાદી
  • અમરતભાઈ નાનજીભાઈ ફુલવાદી
  • પરસોતમભાઈ અજુભાઈ ફુલવાદી
  • હલામણ ભાઈ છનાભાઇ ફુલવાદી
  • ત્રિભોવન ભાઈ ખુશાલભાઈ ફુલવાદી
  • અમરતભાઈ દાડમ ભાઈ ફુલવાદી
  • બાબુભાઈ લવજીભાઈ ફુલવાદી
  • રમેશભાઈ મણાભાઈ ફુલવાદી
  • અરવિંદભાઇ અમીરભાઈ ફુલવાદી
  • બાબુભાઈ મીઠાભાઇ ફુલવાદી
અન્ય સમાચારો પણ છે...