તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાટણના છીડીંયા દરવાજા પાસે યુવાનને બે મહિલાઓએ ધોકાવડે ફટકારતાં ફરિયાદ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છોકરાઓને પાર્ક કરેલી રિક્ષાથી દુર રમવાનુ કહેતા પિત્તો ગયો

પાટણના છીડીંયા દરવાજા વિસ્તારમાં ઘર આગળ રિક્ષા પાર્ક કરી હતી જ્યા બાળકોને રિક્ષાથી દુર રમવા કહેતા બે મહિલાઅોનો પિત્તો જતાં રિક્ષા માલિકને લાકડી અને ધોકા વડે મારમારતાં બે મહિલઓ સામે ફરિયાદ નોંધાવી હતી.પાટણના છીંડીયા દરવાજા વિસ્તારમાં રહેતાં શૈલેશભાઇ છનાલાલ રાવળના ઘરની સામે મંગળવારે સાંજે છોકરાઓ રમતાં હતા.

જેથી તેમને છોકરાઓને દુર રમો અહીં રિક્ષા પડી છે તેના કાચ તુટી જશે તેમ કહેતા તેમના વિસ્તારમાં રહેતા નેહાબેન ઠાકોર અને તેમની છોકરી બન્ને ઉશ્કેરાઇ જઇ છોકરાઓ રમે છે તેમા શુ થયુ તેમ કહ્યુ હતુે જેથી શૈલેશભાઇએ કહ્યુ હતુ કે છોકરાઓને રમવાની ના નથી પાડતો પણ ધમાલ કરે છે જેથી છોકરાઓને સમજાવુ છુ તેમ કહેતા બંને મહિલાઓનો પિત્તો જતાં લાકડી અને ધોકો યુવાનના માથાના ભાગે મારી ઇજાઓ કરતાં યુવાનને પાટણ એ ડિવિઝન પોલીસ મથકે નેહાબેન ગોવાભાઇ ઠાકોર અને નેહાબેનની છોકરી બન્ને રહ.પાટણ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...