ચોરી:લુણીચાણા પ્રાથમિક શાળામાંથી 29056ની મત્તા ચોરાતાં ફરિયાદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંખા, બેન્ચીસ, મોટર, ખુરશી સહિતનો સામાન ચોરાયો
  • શાળાનાં ​​​​​​​આચાર્યાએ વારાહી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી

સાંતલપુર તાલુકાની લુણીચાણા પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો તરખાટ મચાવતા પ્રાથમિક શાળાના સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. લુણીચાણા પ્રાથમિક શાળામાં અજાણ્યા ચોર ઈસમો શાળાનો દરવાજો તોડી શાળામાં પ્રવેશ કરી પંખા -4, વજન કાંટો, પ્લાસ્ટિક ખુરશીઓ, શાળાની પાટલીઓ, બાળકોને બેસવાની ખુરશીઓ, તાડપત્રી વગેરે નાનો મોટો સામાન મળી 29056ની મત્તાનો સામાન ઉઠાવી ગયા હતા. શાળાના આચાર્ય શિલ્પાબેન પટેલે વારાહી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...