કાર્યવાહી:રાધનપુરમાં હાઇવે પરની ખાનગી જમીન પર દબાણ કરાતા કલેક્ટરનાં આદેશ મુજબ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી માલિકીની જગ્યામાં એક વ્યક્તિએ કેબિન અને છાપરું બનાવીને ગેરકાયદેસર રીતે દબાણ કર્યુ

રાધનપુરમાં હાઇવે ચાર રસ્તા પાસે આવેલી ખાનગી માલિકીની જગ્યામાં એક વ્યક્તિએ વર્ષોથી કેબિન અને છાપરું બનાવીને ગેરકાયદેસર રીતે કબજો અને દબાણ કર્યુ હતું. જેમાં કેબિનમાં ચાની કિટલી તથા પાનપાર્લર ચલાવવામાં આવતું હતું. ત્યારે આ જમીનની માલિકી ધરાવતા હોવાનો દાવો કરતાં જયેશભાઇ મગનલાલ ઠક્કરે અરજી કરી હતી. જેથી પાટણ જિલ્લા કલેક્ટરનાં આદેશ મુજબ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરમાં આવેલા 347/બ/1 જેનાં સીટી સર્વે નંબર 6553 ના 0-29-34 હે.આર.ચો.મી.વાળી જમીનની માર્જિનવાળી જગ્યામાં નરેશ ઠાકોર રે. રાધનપુરવાળાએ કેબીન મુકીને છાપર બનાવીને પાર્લર ચલાવી રહ્યો છે તેવો આક્ષેપ કરતી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરાયો છે કે, આ જમીન કબજેદારને ખાલી કરવા જણાવતાં તેણે જમીનનો કબજો સોંપ્યો ન હોતો. જેથી તેમણે તા. 27–1-2022નાં રોજ પાટણનાં કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ અરજી કરતાં કલેક્ટરે પોલીસ તથા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ મારફતે તપાસ કરાવીને તેમનાં અહેવાલ આધારે તા. 7-5-2022નાં રોજની જિલ્લા સમિતિની બેઠકમાં નિર્ણય કરીને આ દબાણ થયું હોવાનું જણાતાં નગરપાલિકાએ નોટિસ આપીને દબાણ દૂર કર્યુ હતું. પરંતુ દબાણકારે ફરીથી કેબિન મુકી દીધું હતું.

આ મિલકત જયેશ ઠક્કરનાં પિતાનાં નામે ચાલતી હોવાથી તેમાં દબાણકારે દબાણ કરેલું હોવાથી તેની સામે ફરિયાદ કરવા કલેક્ટરે હુકમ કર્યો હતો. જે આધારે તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ કાયદાની કલમ 4(3), 5, આઇપીસી 447, 120 મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...