તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પાટણ APMCના પૂર્વ ચેરમેન સહિત 15 સામે ~1.77 કરોડની ગેરરીતિની ફરિયાદ

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાડપત્રી, અકસ્માત વીમા સહાયમાં ગેરરીતિ અને સ્ટેશનરી તેમજ પ્રિન્ટિંગ ખર્ચમાં નુકસાન કર્યાનો આક્ષેપ

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન સહિત 15 તત્કાલીન બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ભેગા મળી એકબીજાના મેળાપીપણામાં તેમને સોંપેલા અધિકારોનો દુરુપયોગ કરી એપીએમસી એક્ટની જોગવાઈઓ અને સરકારના પરિપત્રનો ભંગ કરી વિવિધ રીતે વર્ષ 2018-19ના સમયગાળા દરમિયાન કુલ રૂ.1, 77,49,624નું નાણાકીય નુકસાન કર્યું હોવાની જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણનું 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2019ના વર્ષનું ઓડિટ કરી સ્પેશિયલ ઓડીટર દ્વારા નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર ખાતે ઓડિટનો ખાસ અહેવાલ રજુ કર્યો હતો. જેમાં સાધારણ સભા ઠરાવ બુકમાં વિગતોમાં અનિયમિતતા છે.

લાયસન્સદારોની યાદીમાં નિયામકના પરિપત્રનું પાલન ન કરી કેટલાક લાયસન્સ પેન્ડિંગ રાખેલા છે. નાના વેપારીઓને કોઈ નોટિસ વગર લાયસન્સ અરજી પેન્ડિંગ છે. બજાર સમિતિ ફંડના રૂ.22 લાખ વિવિધ કેસમાં વકીલ ફી તરીકે ચૂકવી નાણાનો દુરુપયોગ કર્યો છે. ખેડૂતોને રાહત દરે તાડપત્રી આપવા ભાવપત્રકો મંગાવવા ઠરાવ કરી વર્તમાન પત્રમાં 5000 નંગ તાડપત્રી ખરીદવા જાહેરાત આપી હતી. પરંતુ તાડપત્રીની જરૂરિયાત બાબતે કોઈ સર્વે કરાયો ન હતો જેથી હાલમાં 1861 નંગ પડી રહી છે. આમ બજાર સમિતિના ફંડને રૂ.46.33 લાખનું નાણાકીય નુકસાન કર્યું છે. સંસ્થાની ગાડીની લોગ બુક જોતા 23 જૂન 2019ના રોજ ગાડીનો દુરુપયોગ જણાયો છે.

ઓફિસ ડાયરી છપાવવા સ્ટેશનરી ખરીદ અને પ્રિન્ટિંગ ખર્ચ કરતી વખતે ભાવ પત્રક મેળવી ખર્ચ કરવાની પ્રોસિજરનું પાલન કર્યું નથી. ખેડૂત વીમા અકસ્માત પોલીસી લેવાઈ હતી તેમાં પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય સહાય ચૂકવી છે. સીસીટીવી કેમેરા અને ખર્ચ પેટે કુલ રૂ.2.88 લાખ ઉધારાવ્યા છે.

જેના માટે કોઈ પ્રી સર્વે કર્યો નથી. ભોજનાલયમાં રૂ.13.49 લાખનું નુકસાન કર્યું છે. જે બાબતે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં ઠરાવ કર્યા સિવાય ખચૅ કરી દેવાયો છે. કેન્ટીન બાંધકામ અને તેમાં કિચન ઈક્વિપમેન્ટ ઈલેક્ટ્રીફિકેશનનુ કામકાજ અને કન્સલ્ટન્સી વોટર ડ્રેનેજ તેમજ સેનેટરીના કામકાજ કરવા માટે ટેન્ડર પ્રક્રિયાનું યોગ્ય પાલન નથી. સંસ્થાના પેનલ એન્જિનિયર મનસુખ એન.પટેલનું ધ્યાન દોર્યુ નથી.નિયામકના ટ્રાન્સફર ફી લેવા બાબતના પરિપત્રનું પાલન કરેલું નથી.

સરકારના દબાણથી ઓડિટ થતું હોવાનો આક્ષેપ
પૂર્વ ચેરમેન દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ખેડૂતોને ભોજનાલયમાં રાહત દરે ભોજન આપે છે જેમાં વધારાનો જે ખર્ચ થાય તે માર્કેટ ઉમેરે છે.આ પ્રકારે પાટણમાં પણ વધારવાનો ખર્ચ ઉમેર્યો અને અગાઉ વહીવટદારે પણ ઉમેર્યો હતો ત્યારે હવે આ ખર્ચ ખોટો કર્યો હોવાનું કહે છે. તે જ રીતે પહેલા ખેડૂતો ભોજન કર્યા બાદ નળમાંથી પાણી પીતા હતા તેના બદલે તેમને મિનરલ પાણી આપ્યું તે ખર્ચ પણ ખોટો કર્યો હોવાનું કહે છે. જે કામ કર્યું છે તે ઠરાવથી અને કાયદેસર રીતે જ કર્યું છે. ઓડિટ સરકારના દબાણથી થતું હોય તેવો દિશા નિર્દેશ કર્યો હતો.

લાંબી પ્રક્રિયાના કારણે સમય લાગ્યો
રજિસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારી આર યુ પરમારે જણાવ્યું કે ઓડિટ ફરિયાદ માટેની મંજૂરી સહિતની પ્રક્રિયા લાંબી હોય છે તેના કારણે સમય લાગ્યો છે.

આમની સામે ફરિયાદ
દશરથલાલ જેઠાલાલ પટેલ રહે.પાટણ(પૂર્વ ચેરમેન)
હરેન્દ્રકુમાર દ્વારકાદાસ પટેલ રહે.પાટણ
સુરેશભાઈ મફતલાલ પટેલ રહે.પાટણ
દિલીપકુમાર નાગરદાસ પટેલ રહે.પાટણ
માધવલાલ જેસંગદાસ પટેલ રહે.પાટણ
શંકરભાઈ કેવળભાઈ પટેલ રહે.સમોડા
ગાડાલાલ નારણદાસ પટેલ રહે.પાટણ
વિઠ્ઠલભાઈ અમથાભાઈ પટેલ રહે.હાંસાપુર
બાબુલાલ ગોપાલદાસ ઠક્કર રહે.પાટણ
રામજીભાઇ પુનાભાઈ ચૌધરી રહ.ખાનપુરડા
વિજયભાઈ લક્ષ્મણભાઈ પટેલ રહે.નોરતા
ઇશ્વરભાઇ સાંકાભાઈ દેસાઈ રહે.ખાનપુર
ભાવેશભાઈ કાંતિલાલ પટેલ રહે.રૂવાવી
નરોત્તમદાસ નારણભાઈ પટેલ રહે.પાટણ
મધુભાઈ કાન્તીભાઈ પટેલ રહે.પાટણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો