છેતરપિંડી:રાધનપુરમાં વેચાણ લીધેલ મકાનના લોનના હપ્તા બાકી નીકળતા મૂળ માલિક સામે ઠગાઇની ફરિયાદ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મકાન પર બેંક લોન કે બોજો નથી વિશ્વાસ આપી 4.72 લાખમાં મકાન વેચ્યું હતું
  • એક વર્ષ બાદ બેંકના કર્મચારીઓએ મકાનને સીલ મારી જતાં ભાભરના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

રાધનપુર શહેરમાં મકાન ઉપર બેન્કની લોનના કેટલાક હપ્તા બાકી હોવા છતાં અન્ય વ્યક્તિને અંધારામાં રાખીને રોકડ રકમથી વેચાણ કરી દેતાં અને પછી બેક દ્વારા સીલ મારી દેવાતાં છેતરપિંડી થયાની હકીકત બહાર આવતા મૂળ મકાન માલિક સામે રાધનપુર પોલીસ સ્ટેશન ઠગાઈની ફરિયાદ દાખલ થઈ છે.

રાધનપુર શહેરમાં હરિઓમ સોસાયટીમાં રહેતા અને સમી તાલુકાના નાનીચંદુર ગામના વતની વશરામ ભાઈ અરજણભાઈ દેસાઈએ 5 વર્ષ અગાઉ તેમની સોસાયટીમાં રહેતાં મૂળ ભાભરના વતની રાવળ રમેશભાઈ આંબાભાઈને તેમને મકાનની જરૂર હોવાની વાત કરતા હરિઓમ સોસાયટીમાં તેમનું રોહાઉસ રૂ. 4,72 800માં વેચવાનું હોવાની વાત કરતા તેમણે મકાન પૈસા આપીને રાખ્યું હતું.

એ વખતે મકાનનો દસ્તાવેજ વકીલની હાજરીમાં કરાવ્યો હતો જેમાં મકાન ઉપર કોઈ લોન કે બોજો નથી તેના પુરાવા હોવાનું જણાવ્યું હતું.પરંતુ મકાન રાખ્યાના એક વર્ષ પછી યુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ જયપુરના પાટણ શાખાના કર્મચારીઓએ લોનના હપ્તા બાકી છે તેમ જણાવતા રમેશભાઈ રાવળનો સંપર્ક કરતા તેમના બધા ફોન બંધ આવ્યા હતા જ્યારે બેંકના કર્મચારીઓએ ઘરને સીલ મારી દીધો હતો. છેતરપિંડી થયાનું જણાતા શુક્રવારે રમેશભાઈ રાવળ સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...