ફરિયાદ:રાફુની સીમમાં પશુઅોએ જુવારના વાવેતર ભેલાણ કરતા ફરિયાદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે સમી પોલીસ મથકે ચાર પશુપાલક સામે ફરિયાદ નોંધાવી

સમી તાલુકાના રાફુગામની સીમમાં 4 પશુપાલકોઅે સોમવારે પશુઅો છૂટા મુકી દેતાં પશુઓએ જુવારના વાવેતર ભેલાણ કર્યુ હતુ અા અંગે ખેડુતે સમી પોલીસ મથકે ચાર પશુપાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સમી તાલુકાના રાફુ ગામે રહેતા હિરાભાઇ પરમાભાઇ નાડોદા તેમના ગામની સીમમાં અાવેલ તેમની ભત્રીજીના ખેતરમાં જુવારનું વાવેતર કર્યુ હતુ તે વાવતેરમાં તેમના જ ગામના પશુપાલક સોમવારે ગાયો અને ભેંસો છુટી મુકી જુવારના પાકમાં ભેલાણ કર્યુ હતુ.

તે બાબતે ખેડુત પશુપાલકોને ઠપકો અાપવા જતા તેઅોઅે અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી અાપી હતી. અા અંગે ખેડુતે સમી પોલીસ મથકે રબારી રધુભાઇ રામાભાઇ, રબારી ભીખાભાઇ ભેમાભાઇ, રબારી દિનેશભાઇ ભુરાભાઇ અને ભરવાડ મોતીભાઇ વિરમભાઇ રહે.તમામ રાફુ સામે જુવાર ભેલાણ કરીને રૂ.20000નું નુકશાન કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...